સાઉથ ઈન્ડિયન ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે, સાઉથ ઈન્ડિયન ફિલ્મોને જોનારો એક મોટો વર્ગ છે. જે સાઉથ સિનેમાના કલાકારોને નામથી નહીં પરંતુ તેમના ચહેરાથી ઓળખી જાય છે. આવા જ એક કલાકાર રાજેન્દ્રન છે જેઓને તમિલ સિનેમાના ચાહકો મોટ્ટાઈ રાજેન્દ્રન કહે છે. બાલા દિગ્દર્શિત અને આર્યા અભિનીત ફિલ્મ નાન કડવુલમાં તે ખલનાયક તરીકે જોવા મળશે. અભિનેતા રાજેન્દ્રને તે ઘટનાને પ્રેમથી યાદ કરી છે જેના કારણે તેમના વાળ ખરી ગયા હતા. તેમણે બિહાઇન્ડવુડ્સ યુટ્યુબ ચેનલ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન આ માહિતી જાહેર કરી.
પરંતુ તે પહેલાં મોટ્ટાઈ રાજેન્દ્રન ઘણી ફિલ્મોમાં સ્ટંટ કોચ તરીકે કામ કરી ચૂક્યા હતા. તે પછી તેમણે અભિનય કરેલી ફિલ્મ નાન કડવુલને સારો પ્રતિસાદ મળ્યો. આ પછી તેમણે સતત ઘણી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી.
ફિલ્મ બોસ એન્જીરા ભાસ્કરનમાં તેમની કોમેડી ભૂમિકાએ પણ દર્શકોને પ્રભાવિત કર્યા હતા. ત્યાં જ તેમણે રાજા રાની અને ઢીલુક્કુ થુડટુ જેવી ઘણી ફિલ્મોમાં સંથાનમ સાથે કોમેડી ભૂમિકાઓમાં અભિનય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે તેમના વાળ કેવી રીતે ખરી પડ્યા હતા.
આ પણ વાંચો: સાઉથના આ અભિનેતાને બચાવવા ચિરંજીવીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા, ઠીક થતા જ પોન્નમ્બલમે કહ્યું- તે ભગવાન છે
તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, “આ પહેલા મારા વાળ ખૂબ જ કર્લી હતા. હું એક ફિલ્મના શૂટિંગ માટે કેરળના વાયનાડ ગયો હતો. ત્યાં જ મેં એક દ્રશ્ય ફિલ્માવ્યું હતું જેમાં હું લગભગ 10 ફૂટની ઊંચાઈથી પાણીમાં કૂદી પડ્યો હતો.”
વધુમાં તેમણે કહ્યું, “જેમ તેઓ કહેતા હતા તેમ હું પાણીમાં પડી ગયો. મને પછીથી ખબર પડી કે તે ફેક્ટરીનું ગટરનું પાણી હતું જેમાં હું પડ્યો હતો. તેવું તે ગામના લોકોએ મને કહ્યું હતું. અન્ય કલાકારોને તાત્કાલિક સ્નાન કરવા જવાની સુવિધા આપવામાં આવી હતી. અમારી પાસે તે સુવિધા નહોતી. પરિણામે હું તાત્કાલિક ઘરે આવ્યો. તેની અસરને કારણે મારા બધા વાળ ખરી પડ્યા. હવે મારું નામ મોતાઈ રાજેન્દ્રન છે.”