Tu Jhoothi Main Makkar Movie: બોલિવૂડના સિતારા રણબીર કપૂર અને ચૂલબુલી અભિનેત્રી શ્ર્દ્ધા કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર 8 માર્ચના રોજ હોળીના પર્વ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે.લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. રણબીર અને શ્રદ્ધા બંને પોતાની ભૂમિકામાં જામી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન છે. ત્યારે ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે બોની કપૂર છે. ફિલ્મ મેકર બોની કપૂર પ્રથમ વખત આ ફિલ્મના માધ્યમથી અભિનયની શરૂઆત કરી રહ્યા છે. હવે વાત કરીએ ફિલ્મના પ્રથમ દિવસની કમાણી વિશે.
રણબીર અને શ્રદ્ધા પહેલી વાર કોઇ ફિલ્મમાં એકસાથે જોવા મળ્યા છે. ત્યારે દર્શકોને પણ આ જોડી ખુબ જ પસંદ આવી છે. આ જોડી દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. ‘તુ જુઠી મેં મકારે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.
રણબીર-શ્રદ્ધાની ‘તુ જુઠી મેં મકારે’ ઓપનિંગ ડે ના કલેક્શન પર નજર કરીએ તો તેણે પ્રથમ દિવસે રૂપિયા 15.75 કરોડનો તાબતોડ વેપાર કર્યો છે. મહત્વનું છે કે, વર્ષ 2023માં પઠાણ બાદ આ બીજી ફિલ્મ છે જેણે ઓપનિંગ ડે પર આટલી કમાણી કરી હોય. આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી. અક્ષય કુમારની સેલ્ફી પ્રથમ દિવસે માંડ 6 કરોડની કમાણી કરી શકી છે.
આ પણ વાંચો: સતીશ કૌશિકનું નિધન: અભિનેતાની અંતિમ પોસ્ટ વાંચી ફેન્સ ભાવુક, રાજનેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્ટીટ કરી જણાવ્યું કે,’તુ જુઠી મેં મકાર’ એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સારું પ્રદર્શન કર્યુ છે. જો કે મહારાષ્ટ્રમાં આ ફિલ્મ રજાઓ ના હોવાથી ખાસ કમાણી કરી શકી નથી.
ઉત્તરપ્રદેશમાં પણ આશા પર પાણી ફરી વળ્યું છે, પરંતુ વીકેંડ પર ફિલ્મ સારું કલેકશન કરશે તેવી વકી છે. બોલિવૂડ હંગામા અનુસાર, શનિવાર અને રવિવારે બોક્સ ઓફિસ ક્લેક્શનમાં વધારો થાય તેવી સંભાવના છે.