Tunisha Sharma suicide: તુનિશા શર્મા આત્મહત્યા: કાયદા પ્રમાણે કોઇને આત્મહત્યા કરવા મજબૂર કરવા એટલે શું?

Tunisha Sharma Death: કાયદા અનુસાર કોઇ વ્યક્તિને આત્મહત્યા કરવા તરફ ધકેલવાનો અર્થ વાસ્તવમાં શું થાય? અને અદાલત કંઇ રીતે નિર્ધારિત કરે છે કે, કોઇ વ્યક્તિ તેનો દોષી છે કે નહીં? એવા સંજોગોમાં મનમાં થતાં તમામ સવાલોનો અંત લાવીએ.

Written by mansi bhuva
Updated : December 26, 2022 13:35 IST
Tunisha Sharma suicide: તુનિશા શર્મા આત્મહત્યા: કાયદા પ્રમાણે કોઇને આત્મહત્યા કરવા મજબૂર કરવા એટલે શું?
જાણો શીજાન ખાનને સજા થશે કે નહીં શુું કહે છે કાયદો

ટેલીવિઝન એક્ટ્રેસ તુનિશાની આત્મહત્યાના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આપધાતના સમાચારે ફેન્સને શોકમાં મૂકી દીધા છે. ટીવી સીરિયલ ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ઝારા અને ‘ઇન્ટરનેટવાલા લવ’માં આધ્યા શર્માનો રોલ પ્લે કરનારી એક્ટ્રેના મોતના સમાચારથી ફેન્સ દંગ રહી ગયા છે.

તુનિશાની માતાએ દીકરીના આત્મહત્યાનો જવાબદાર તેનો બોયફ્રેન્ડ અને સહઅભિનેતા શીજાન ખાનને ઠેરવ્યો છે. તુનિશાની માતાએ શીજાન ખાન વિરૂદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલિસે શીજાન ખાનની ધરપકડ કરી લીધી છે, મુંબઇ કોર્ટે તેને 4 ચાર દિવસના રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે. એટલે કે શીજાન ખાન 28 ડિસેમ્બર સુધી પોલીસની બાજ નજર હેઠળ રહેશે. આ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, તુનિશા શર્માની માતાએ ફરિયાદમાં દાવો કર્યો છે કે, તુનિશા શર્મા અને શીજાન ખાન વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે 15 દિવસ પહેલા તેમનું બ્રેકઅપ થઇ ગયું હતુ. જેના કારણે તુનિશા ખુબ જ પરેશાન રહેતી હતી.

મહત્વનું છે કે, તુનિશાની માતાએ શીજાન ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલિસે તેની તાત્કાલિક ઘોરણે ધરપકડ કરી લીધી હતી. ત્યારે સવાલ એ છે કે, કાયદા અનુસાર કોઇ વ્યક્તિને આત્મહત્યા કરવા તરફ ધકેલવાનો અર્થ વાસ્તવમાં શું થાય? અને અદાલત કંઇ રીતે નિર્ધારિત કરે છે કે, કોઇ વ્યક્તિ તેનો દોષી છે કે નહીં? એવા સંજોગોમાં મનમાં થતાં તમામ સવાલોનો અંત લાવીએ.

ધ ઇન્ડિયન એક્સપ્રેસે જણાવ્યા અનુસાર, ભારતીય દંડ સંહિતા 1860 આત્મહત્યા માટે કોઇ વ્યક્તિને ઉશકેરવા એ સજાપાત્ર ગુનો છે. બંધારણમાં આ પ્રકારની ગુના માટે IPCની કલમ 306 અંતર્ગત 10 વર્ષની સજા અથવા દંડની જોગવાઇ છે.

કલમ 306 અનુસાર, જો કોઇ વ્યક્તિ આપઘાત કરે છે, તો જે કોઇ પણ એ વ્યક્તિના મોતનું કારણ છે તેને 10 વર્ષ સુધી કારાવાસની સજા થશે, દંડ પણ ફટકારવામાં આવે છે. સામાન્યપણે, આ દંડ મૃતકના પરિવારને આપવામાં આવે છે.

IPCમાં કોઇ વ્યક્તિને આત્મહત્યા પ્રત્યે ઉશકેરવા માટે એક અલગ પ્રકરણ પણ છે. જે વર્ણન કરે છે કે, કલમ 108 હેઠળ આ ષડયંત્રમાં સામેલ અથવા ગુનામાં મદદ કરવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: Tunisha sharma death case update: શીજાન ખાનને 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો મુંબઇ કોર્ટનો આદેશ, પરિવારને ન્યાય મળશે: બીજેપી નેતા

આ ગુનો કેટલો ગંભીર?કોઇ વ્યક્તિને આત્મહત્યા માટે ઉશકેરવા એ ગંભીર ગુનો છે. જેની સુનાવણી ન્યાયાલયમાં થાય છે. તેમજ પોલીસ અધિકારી કોર્ટના વોરંટ વગર ધરપકડ કરી શકે છે.

નોન-કમ્પાઉન્ડેબલ ગુનો એ છે જેમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયા પછી પણ ફરિયાદી દ્વારા કેસ પાછો ખેંચી શકાતો નથી.

શું આત્મહત્યા માટે ઉશ્કેરવું એ હત્યા સમાન છે?

ના, એવું નથી. સુપ્રીમ કોર્ટે 1997માં સંગારાબોનિયા શ્રીનુ વિ. આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં આ મુદ્દાની સ્પષ્ટતા કરી હતી.

કોર્ટ ઉશ્કેરણી કેવી રીતે નક્કી કરે છે?આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનાના બે પ્રાથમિક તત્વો છે. પ્રથમ આત્મઘાતી મોત હોય. બીજું તત્વ આરોપીનો આવી આત્મહત્યા કરાવાનો ઈરાદો હોય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ