scorecardresearch

ઉર્મિલા માતોંડકર બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવી, ન્યાય નહીં મળે તો…

Urmila Matondkar: દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. સ્વરા ભાસ્કર બાદ હવે ઉર્મિલા માતોંડકરે (Urmila Matondkar) પણ આ મામલે રેસલર્સના સમર્થનમાં વાત કરી છે.

Urmila Matondkar Brij bhushan sharan singh wrestler dharna news
ઉર્મિલા માતોંડકર બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં

દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ પર જાતીય સતામણીનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરી છે. તેઓ પોતાની માંગણીઓ માટે સતત પ્રદર્શન કરી રહ્યા છે. હડતાળની સાથે સાથે કુસ્તીબાજો કુસ્તીની પ્રેક્ટિસ અને કસરત પણ કરી રહ્યા છે. આ મામલે તમામ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સનું પણ સમર્થન મળી રહ્યું છે. સ્વરા ભાસ્કર બાદ હવે ઉર્મિલા માતોંડકરે (Urmila Matondkar) પણ આ મામલે રેસલર્સના સમર્થનમાં વાત કરી છે.

ઉર્મિલા માતોંડકરે કહ્યું, જો આજે તેઓને ન્યાય નહીં મળે તો ઘણું મોડું થઈ જશે, મેડલ જીત્યા બાદ તેમની સાથે ફોટો પડાવનારાઓ ક્યાં છે? ગૃહમંત્રી અને રમતગમત મંત્રીને તેમની વાત સાંભળવા વિનંતી છે. આ સિવાય તેમણે કહ્યું કે, હું આ દેશની દીકરી અને તમે અને મારા ઘરે બેઠેલી દરેક દીકરી અને બહેન વતી વાત કરું છું. આપણા દેશની દીકરીઓ જેમણે આ દેશને નામના અને ઘણા મેડલ અપાવ્યા છે. એ દીકરીઓ જંતર-મંતર પર બેઠી છે.

આ સાથે ઉર્મિલા માતોંડકરે કહ્યું, જે દેશમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેઓ ન્યાયની ભીખ માંગી રહ્યા છે. શુ તે સાચુ છે? ગૃહમંત્રી અને રમતગમત મંત્રીની અરજી સાંભળો. જ્યારે તમે તેમની સાથે નહીં ઊભા રહો, તો પછી માત્ર આ ક્ષેત્રમાં જ નહીં, અન્ય રમતોમાં પણ દીકરી બચાવો’ના નારા લગાવવાનો શો અર્થ?

ઉલ્લેખનીય કે આ મામલે ઉર્મિલા માતોંડકર સિવાય પીટી ઉષા, નીરજ ચોપરા વગેરેના નિવેદનો સામે આવ્યા છે. આ મામલામાં નીરજ ચોપરાએ કહ્યું કે, અમારા એથ્લેટ્સ ન્યાય માટે રસ્તા પર બેઠા છે તે જોવું દુઃખદાયક છે. તેઓએ આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેકની ગરિમા અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલાને કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. આ લોકોને ન્યાય મળવો જોઈએ. બીજી તરફ સ્વરા ભાસ્કરે બ્રિજભૂષણ શરણ સિંહ ભડકતા કહ્યું કે, તેઓ રૂલિંગ પાર્ટીમાં છે એટલે તેની સામે કોઇ કાર્યવાહી નહીં થાય.

આ પણ વાંચો: સલમાન ખાને હસતા ચહેરે દુઃખ ઠાલવ્યું, જેને પ્રેમ કરતો હતો એ મને…..

નોંઘનીય છે કે ધરણા પ્રદર્શન કરી રહેલા એથલીટોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર #istandMyChampions ટ્રેંડ થઇ રહ્યું છે. આ હેશટેગ સાથે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કિસાન નેતા રાકેશ ટિકૈતે લખ્યું કે, દેશ માટે મેડલ જીતીને સમગ્ર દેશનું માથું ગર્વથી ઉંચુ થઇ ગયું છે. કુસ્તીબાજોના સમર્થનમાં આખો દેશ છે.

Web Title: Urmila matondkar brij bhushan sharan singh wrestler dharna news

Best of Express