બોલિવૂડનું બહુચર્ચિત અને લોકપ્રિય કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી ચર્ચામાં આવ્યાં છે. તાજેતરમાં આ કપલે રેન્ટ પર ફલેટ લીધો હોવાનું સામે આવ્યું છે. આ ફ્લેટ મુંબઇના જુહૂ વિસ્તારમાં બીચના કિનારે સ્થિર છે. વિરાટ-અનુષ્કાનું નવું ઘર ચોથા માળ પર છે અને સી-ફેસિંગ છે.
આ ફલેટનું ભાડું લગભગ 2.76 લાખ રૂપિયા પ્રતિ મહિનો છે. ફ્લેટની સાથે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. માહિતી અનુસાર આ એપાર્ટમેન્ટ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. આ ડીલ 17 ઓક્ટોબરના રોજ ફાઇનલ થઇ ગઇ હતી.
વિરાટ કોહલીના અંગદ જીવન વિશે વાત કરીએ તો તેનો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો.પરંતુ તેને આકરો પરિશ્રમ કરી સફળતા હાંસિલ કરી છે. વર્ષ 2021ના આંકડા અનુસાર વિરાટ કોહલી લગભગ કુલ 950 કરોડની સંપત્તિ એટલે કે 127 મિલિયન યૂએસ ડોલરનો માલિક છે. આ સંપત્તિ તેને તેની મહેનતના દમ પર એકઠી કરી છે.
GQના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી વિશ્વના શીર્ષ 10 સૌથી વધુ કમાણી કરનાર એથલીટોની સૂચીમાં એક માત્ર ક્રિકેટર તરીકે સ્થાન ધરાવે છે. હોપરહોક અનુસાર, કોહલી પ્રતિ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયાનો ચાર્જ લગાવે છે.ફોર્બસ સંદર્ભે વિરાટ કોહલી ઓડી, પ્યૂમા, મયન્ત્રા વગેરે જેવી બ્રાંન્ડો દ્વારા વાર્ષિક 20 મિલિયન (165 કરોડ)થી વધુ કમાણી કરે છે.
આ પણ વાંચો: નૃત્યશૈલીના અદ્ભુત કૌશલ્યના આધારે વિશ્વસ્તરે ખ્યાતિ ધરાવનાર દિવગંત સરોજ ખાનની જન્મજયંતી
તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા દિવસ પહેલાં ઉતરાખંડમાં વેકેશન માટે ગયા હતા. જેની તસવીરો કપલે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. વિરાટ-અનુષ્કા ઉત્તરાખંડમાં નીમ કરોલી બાબા આશ્રમની મુલાકાતે પણ પહોંચ્યાં હતા અને તેમના આશિષ લીધા હતા. ત્યારબાદ બંને નૈનીતાલના કૈંચીધામ પહોંચ્યાં હતા. જ્યાં પ્રશંસકો સાથે તેને ફોટા ક્લિક કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિરાટ-અનુષ્કાના લગ્ન વર્ષ 2017માં થયા હતા. તેમજ વર્ષ 2021માં અનુષ્કાએ વામિકાને જન્મ આપ્યો હતો.