શું રેખા કમલ હાસનના પ્રેમમાં હતી? હોટલના રૂમમાં રંગેહાથ ઝડપાયા હતા બંને!

Kamal Haasan Rekha Rumours: રેખા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન ઉપરાંત તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. કહેવાય છે કે તેમાંથી એક કમલ હાસન પણ રહ્યો છે, જેની સાથે અભિનેત્રીને તેની પત્નીએ હોટલમાં રંગેહાથ ઝડપી લીધી હતી. ચાલો તમને જણાવીએ આ કિસ્સા વિશે.

Written by Rakesh Parmar
July 08, 2025 17:25 IST
શું રેખા કમલ હાસનના પ્રેમમાં હતી? હોટલના રૂમમાં રંગેહાથ ઝડપાયા હતા બંને!
કમલ હાસન અને રેખા રંગેહાથ ઝડપાયા હતા. (તસવીર: Jansatta)

બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન સાથેનો તેનો પ્રેમ અધૂરો રહ્યો એ વાત તો જગજાહેર છે. મુકેશ અગ્રવાલ સાથેના લગ્ન 6 મહિનામાં જ પૂરા થયા હતા અને તેમણે આત્મહત્યા પણ કરી લીધી હતી. સમયાંતરે રેખાનું નામ કોઇને કોઇ કલાકાર સાથે જોડાયું છે. પરંતુ એવું કહેવાય છે કે, રેખાએઅમિતાભને જેવો પ્રેમ કર્યો હતો તેવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. આ કડીમાં વધુ એક નામ ચર્ચાઈ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમલ હાસનની પત્નીએ રેખા અને તેના પતિને હોટલના રૂમમાં એકસાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ચાલો તમને જણાવીએ આ કિસ્સા વિશે.

રેખા સાથે હોટલમાં રંગેહાથ ઝડપાયેલો અભિનેતા બીજું કોઈ નહીં પણ કમલ હાસન હતો. હા, તમે બરાબર વાંચ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક સમય હતો જ્યારે કમલ હાસન અને રેખા ફિલ્મના સેટ પર એકબીજાની નજીક આવી ગયા હતા. કહેવાય છે કે 1979માં યશ ચોપરાની ફિલ્મ ‘સિલસિલા’ દરમિયાન રેખાએ તમિલ ફિલ્મ ‘મિંડમ કોકિલા’ સાઇન કરી ત્યારે આવું બન્યું હતું. તેમાં શ્રીદેવી પણ હતી. આ ફિલ્મ દરમિયાન રેખા પરિણીત કમલ હાસન સાથે ખુબ જ નજીક આવી ગઈ હતી. તે સમયે કમલે 1978માં વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા.

રેખા અને કમલ હાસન કથિત રીતે હોટલમાં પકડાયા હતા

રેખા અને કમલ હાસન વચ્ચેની નિકટતા અને હોટલમાં રંગેહાથ પકડાયાની વાત અમે નથી કહી રહ્યા પરંતુ ‘રેડિફ’ પર એક પત્રકાર દ્વારા શેર કરવામાાં આવી છે. પત્રકારને આ ઘટનાની માહિતી એક હોટલ કર્મચારી પાસેથી મળી હતી, જે તેણે શેર કરી છે. તે કહે છે કે 1979 ના અંતમાં તે ચેન્નાઈના હોટેલ ચોલા શેરાટનમાં કામ કરતો હતો. એક રાત્રે જ્યારે તે કામ પર ગયો ત્યારે તેણે જોયું કે હોટલમાં અરાજકતા હતી. રિસેપ્શનમાં હાજર છોકરીઓએ જણાવ્યું કે કમલ હાસન અને રેખા ગણેશન હોટલના રૂમમાં સાથે હતા. પછી અભિનેતાની પહેલી પત્ની વાણી ત્યાં પહોંચી અને તેના પતિને રંગેહાથ પકડ્યો. તેણીએ જાહેરમાં તેના પતિને ઠપકો આપવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: મહાકુંભની મોનાલિસાએ રામાયણના સીન પર કર્યો જોરદાર અભિનય

આ ઘટના જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. આ પછી રેખાને કમલ હાસન અને શ્રીદેવીની ફિલ્મ ‘મીંદમ કોકિલા’માંથી દૂર કરવામાં આવી. આ પછી મલયાલમ અભિનેત્રી દીપા ઉર્ફે ઉન્ની મેરીને તેમાં કાસ્ટ કરવામાં આવી. જોકે રેખા અને કમલ હાસને ક્યારેય આ કહાની વિશે કંઈ કહ્યું નહીં અને તેમણે અત્યાર સુધી તેનો ઇનકાર કર્યો નથી. આ કારણે આ વાર્તા પર સસ્પેન્સ હજુ પણ છે.

કમલ હાસને બે વાર લગ્ન કર્યા છે

નોંધનીય છે કે કમલ હાસને બે વાર લગ્ન કર્યા છે. તેમણે 1978માં અભિનેત્રી વાણી સાથે લગ્ન કર્યા હતા. આ પછી અભિનેત્રી સારિકાનો તેમના જીવનમાં પ્રવેશ થયો. એક તરફ અભિનેતાની સારિકા સાથે નિકટતા વધતી ગઈ, તો બીજી તરફ કમલના વાણી સાથેના સંબંધો બગડતા ગયા. બાદમાં વાણીએ કમલને છૂટાછેડા આપી દીધા અને પછી અભિનેતા સારિકા સાથે રહેવા લાગ્યો અને આ સંબંધની નિકટતા એટલી હદે વધી ગઈ કે અભિનેત્રી લગ્ન પહેલાં ગર્ભવતી થઈ ગઈ. કમલ હાસન અને વાણીના 1988 માં છૂટાછેડા થયા અને ત્યારબાદ તેમણે સારિકા સાથે લગ્ન કર્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ