પુત્ર અભિષેકને લઈ બિગ બી એ કહ્યું- તેને અહીં બોલાવીને મેં ભૂલ કરી, જાણો શું છે મામલો

Amitabh Bachchan: અભિનેતા અભિષેક બચ્ચન પોતાના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર નજર આવશે.

Written by Rakesh Parmar
November 15, 2024 18:29 IST
પુત્ર અભિષેકને લઈ બિગ બી એ કહ્યું- તેને અહીં બોલાવીને મેં ભૂલ કરી, જાણો શું છે મામલો
પુત્ર અભિષેક બચ્ચન સાથે પિતા અમિતાભ બચ્ચન (Express Photos by Pradip Das)

Amitabh Bachchan: અભિનેતા અભિષેક બચ્ચન પોતાના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર નજર આવશે. ક્વિઝ આધારિત આ રિયાલિટી શોમાં પિતા-પુત્રની જોડી કેટલીક મજાની ક્ષણો વિતાવતી નજર આવશે. ચેનલ તરફથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા પ્રોમોમાં અભિષેકને ડિનર ટેબલ પર કૌન બનેગા કરોડપતિ સાથે જોડાયેલ વાતચીત કરત જોઈ શકાય છે.

અભિષેકે કહ્યું કે, “અમારા ઘરમાં આખો પરિવાર એક સાથે મળીને જમે છે અને કોઈ તે દરમિયાન સવાલ પૂછે છે તો પરિવારના તમામ બાળકો બોલે છે સાત કરોડ.”

બિગ બી એ કહ્યું ભૂલ કરી દીધી

આ સાંભળીને અમિતાભના ચહેરાની રંગત ઉડી જાય છે. બાદમાં તેઓ કહેતા દેખાય છે,”ખુબ જ મોટી ભૂલ કરી દીધી આમને અહીં બોલાવીને”. જેના પછી અભિષેક પોતાના પિતાની નકત કરતા જોરથી બોલે છે, “સાત કરોડ” અને ફિલ્મ નિર્માતા શૂજિત સરકાર હસતા નજર આવે છે.

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ

અભિષેક અને શૂજિત પોતાની આગામી ફિલ્મ ‘આઈ વોન્ટ ટૂ ક્વાઈટ’ના પ્રચાર માટે શો માં આવ્યા હતા. આ ફિલ્મ પિતા-પુત્રીના સંબંધીની કહાણી છે. જ્યાં અર્જુન (અભિષેક બચ્ચન) એક બીમારી સામે લડી રહ્યો છે. જે આંતરિકની સાથે-સાથે તેના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાંખે છે. આ ફિલ્મમાં જોની લીવર, જયંત કૃપલાની અને અહિલ્યા બામરૂ પણ છે. અભિષેકે જણાવ્યું કે, આ ફિલ્મ માટે કોઈ પણ પ્રકારના પ્રોસ્થેટિક્સની જરૂ પડી નથી અને તેમણે ફિલ્મ માટે વજન પણ વધાર્યું છે.

અભિષેકે ફિલ્મના પોસ્ટર તરફ ઈશારો કરતા કહ્યું કે, તેમનું પેટ ખુબ જ મોટું છે અને હવે હું તે આકારમાં નથી. પરંતુ આ એક શીખવાનો અનુભવ રહ્યો છે. આ જીવન બદલનારો અનુભવ રહ્યો છે. અને મને આશા છે કે આપણે સિનેમામાં અથવા ફિલ્મ જોવામાં આવતા બે કલાક કે ત્રણ કલાકમાં થોડા બદલાવ લાવવામાં સફળ રહ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ