Leena Nagwanshi: યૂટ્યૂબર લીના નાગવંશીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ

Leena Nagwanshi News: છત્તીસગઢના રાયગઢમાં સોશ્યલ મીડિયા સ્ટાર (Social Media Star) 22 વર્ષીય લીના નાગવંશી (Leena Nagwanshi) એ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ છે.

Leena Nagwanshi News: છત્તીસગઢના રાયગઢમાં સોશ્યલ મીડિયા સ્ટાર (Social Media Star) 22 વર્ષીય લીના નાગવંશી (Leena Nagwanshi) એ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

લીના નાગવંશી: આ યૂટ્યૂબરના મોતનું કારણ હજુ રહસ્યમય છે

મનોરંજનની દુનિયામાંથી વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. છત્તીસગઢના રાયગઢમાં સોશ્યલ મીડિયા સ્ટાર 22 વર્ષીય લીના નાગવંશી (Leena Nagwanshi) એ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ છે. મળતી માહિતી અનુસાર, તેણે પોતાના ઘરની છત સાથે ફંદો લગાવીને આત્મહત્યા (Leena Nagwanshi Dies) કરી લીધી છે. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પરિવારજનોએ લીનાની ડેડબોડીને ફાંસીના ફંદાથી નીચે ઉતારી લીધી હતી.

Advertisment

આ ઘટના રાયગઢ જિલ્લાના કેલો બિહાર કોલોનીની છે. આ ઘટનાની જાણ થતાં જ ચક્રધર નગર પોલીસ ત્યાં પહોંચી અને ડેડબોડીને પોતાના કબજામાં લઈ લીધી છે. શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. 26 ડિસેમ્બરે બપોરે તેણે ઘરની છત પર ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

લીના નાગવંશીના પિતા ગ્રાહક ફોરમમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક છે. તેનો પરિવાર રાયગઢની કેલો વિહાર કોલોનીમાં નિવાસ કરે છે. અહીં કન્ઝ્યુમર ફોરમના ક્વાર્ટરમાં માતાપિતા સાથે લીના રહેતી હતી. 26 ડિસેમ્બરે લીનાની માતા બપોરે બજારમાં ગઈ હતી. તે પરત ઘરે આવતા દીકરી રૂમમાં નહોતી. તે ટેરેસ પર તપાસ કરવા ગયા તો દરવાજો બંધ હતો. કોઈક રીતે દરવાજો ખોલતાં લીનાની લાશ છત પર પાઇપની મદદથી બાંધેલા દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

Advertisment
https://www.instagram.com/p/CmlWYBCoQCI/

લીના નાગવંશીના મોતનું કારણ હજું અકબંધ છે. જે અંગે પોસ્ટમોર્ટમ પછી જ કઈ રીતે મોતું થયું તે જાણી શકાશે. જણાવી દઈએ કે લીના નાગવંશી લગભગ 23 વર્ષની હતી. તે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરતી હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના આકસ્મિક અવસાનથી ફોલોઅર્સ સહિત પરિવારજનો શોકમાં છે. લીના નાગવંશી સોશિયલ મીડિયા સ્ટાર હતી અને ઘણી વખત તે ચર્ચામાં રહેતી હતી.

આ પણ વાંચો: ‘પઠાણ’ મૂવી આઇસીઇ થિયેટર ફોર્મેટમાં રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ, શું મેકર્સના આ પ્રયોગથી ફિલ્મ સુપરહિટ થશે?

ઉલ્લેખનીય છે કે, લીના નાગવંશી પહેલા ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ સીરિયલના સેટ આપઘાત કરી લીધો હતો. જેને લઇને હાલ માહોલ ગરમાયો છે. એવામાં અન્ય એક સ્ટારના મોતથી પ્રશંસકો આઘાતમાં છે.

celebrities