ઝીનત અમાનની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ 24 માર્ચ 1978ના રોજ રિલીઝ થઈ અને આજે ફિલ્મે 47 વર્ષ પૂરા કરી લીધા છે. આ ફિલ્મ તે વર્ષે રિલીઝ થયેલી સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક હતી અને ફિલ્મમાં દેખાડલામાં આવેલી કહાની પર લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી.
આ ફિલ્મનું નિર્દેશન રાજ કપૂરે કર્યું હતું અને ફિલ્મના ગીતો અને કહાનીના કારણે જ્યાં તેના વખાણ થયા ત્યાં જ ઝીનત અમાનની ભૂમિકા અને તેના કેટલાક સીન્સના કારણે ફિલ્મ વિવાદોમાં સપડાયેલી રહી. આજે અમે તમને આ ફિલ્મની કહાની અને તેની પાછળની ઘટનાઓ વિશે જાણીએ તો જાણકારી મળે છે કે આ ફિલ્મ એક સાહસભર્યું પગલું હતું.
સત્યમ શિવમ સુંદરમની કહાની એક એવી યુવતી રૂપા (ઝીનત અમાન)ની છે, જેનો ચહેરો બાળપણમાં એક દુર્ઘટનામાં દાઝી ગયો હતો, પરંતુ તેનો અવાજ એટલો મધુર હતો કે લોકો તેનાથી મોહિત થઈ જતા હતા. આ ફિલ્મમાં તેવી ફિલોસોફી દેખાડવામાં આવી છે કે કેવી રીતે આંતરિક સુંદરાતા અને બાહરી સુંદરતામાં ફરક હોય છે.
આ ફિલ્મને લઈ પત્રકાર વી સાંઘવીએ પોતાની આત્મકથા A Rude Life માં ઉલ્લેખ કર્યો છે. આ ફિલ્મની પ્રેરણા રાજ કપૂરને પ્રખ્યાક ગાયિકા લતા મંગેશકરથી મળી હતી.
રાજ કપૂરે એક વખત વીર સાંઘવીને કહ્યું હતું,”તમે એક સુંદર અવાજ સાંભળો છો, પરંતુ બાદમાં ખબર પડે છે કે જેમનો અવાજ આટલો સુંદર છે, તેમનો ચહેરો તેટલો સારો નથી”. તેમનું આ નિવેદન લતા મંગેશકર તરફ ઈશારો કરી રહ્યું હતું.
લતા મંગેશકરને આ ફિલ્મમાં લેવા માંગતા હતા રાજ કપૂર
રાજ કપૂર આ ફિલ્મમાં લતા મંગેશકરને જ લેવા માંગતા હતા, તેઓ લતાના અવાજથી ખુબ જ પ્રભાવિત હતા. રાજ કપૂરની દીકરી રિતુ નંદાની પુસ્તક Raj Kapoor Speaks અનુસાર, રાજ કપૂરે કહ્યું હતું,”મેં એક મહિલાની કહાનીની કલ્પના કરી હતી, જેનો ચહેરો સાધારણ હોય, પરંતુ અવાજ મધુર હોય. અને લતા મંગેશકરને આ ભૂમિકમાં જોવા માંગતો હતો.
જોકે, લતા મંગેશકરે આ ઓફર ઠુકરાવી દીધી હતી. વીર સાંઘવીના પુસ્તક અનુસાર, લતાજી એ રાજ કપૂરને સ્પષ્ટ કહ્યું હતું કે જો તેઓ આ વાત કોઈને કહેશે કે તેમને ફિલ્મની પ્રેરણા તેમનાથી મળી છે, તો તેઓ આ ફિલ્મ માટે ગીત નહીં ગાય. જોકે બાદમાં લતાજીએ જ ફિલ્મ માટે પોતાનો અવાજ આપ્યો અને “સત્યમ શિવમ સુંદરમ”નું ટાઈટલ ટ્રેક પણ લતાજી એ પોતાનો અવાજ આપ્યો.
આવી રીતે થઈ ઝીનત અમાનની ફિલ્મમાં એન્ટ્રી
લતા મંગેશકરે જ્યારે આ ફિલ્મમાં કામ કરવાથી ઈન્કાર કર્યો તો રાજ કપૂર ઘણી અભિનેત્રીઓ પાસે ગયા અને હેમા માલિની, ડિમ્પલ કાપડિયા અને વિદ્યા સિંગા જેવા નામ સામેલ છે.
જોકે દરેકે તેમને આ ફિલ્મ માટે ના કહી દીધુ કારણ કે ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન અને સ્કિન શો હતા. વિદ્યા સિંહાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું,”હું તે કપડામાં સહજ ન હતી, જે ઝીનત અમાને ફિલ્મમાં પહેર્યા હતા.
છેલ્લે આ તક ઝીનત અમાનને મળી. ઝીનત અમાને આ પાત્રને એટલું ભાવથી અપનાવ્યું કે તે પોતે રૂપાના લુકમાં તૈયાર થઈને રાજ કપૂરને મળવા પહોંચી ગઈ હતી. રાજ કપૂરે તેમને જોતા જ ફાઈનલ કરી લીધા હતા.
જ્યારે ફિલ્મના સેટ પરથી ઝીનત અમાનની તસવીર લીક થઈ ગઈ
ફિલ્મન સેટ પરથી ઝીનત અમાનની કેટલીક તસવીરો લીક થઈ ગઈ. તે તસવીરોમાં ઝીનત પલળેલી સાડીમાં ખુબ જ બોલ્ડ લુકમાં નજર આવી રહી હતી. આ તસવીરોએ ઘણા હંગામો મચાવ્યો અને એક પબ્લિકેશન હાઉસે તેને છાપી દીધી.
આ ઘટનાથી રાજ કપૂર એટલા નારાજ થઈ ગયા કે તેમણે તે પબ્લિકેશન વિરૂદ્ધ કેસ કરી દીધો. આ ઘટનાએ ફિલ્મને રિલીઝ પહેલા જ ચર્ચામાં લાવી દીધી હતી.
જ્યારે વીર સાંઘવીએ લીધુ રાજ કપૂરનું ઈન્ટરવ્યૂ
તસવીર લીકથી થયેલા વિવાદ વચ્ચે વીર સાંઘવીએ રાજ કપૂરનું ઈન્ટરવ્યૂ કરવાનો ફેંસલો કર્યો. વીર તે સમયે ઈન્ડિયા ટૂડે માટે કામ કરી રહ્યા હતા. તેમણે પોતાના બોસ અરુણ પુરી પાસે આ વિશે વાત કરી તો તેઓ શરૂમાં આ વિચાર સાથે સહેમત થયા નહીં.
અરૂણે કહ્યું,”રાજ કપૂરે આ ફિલ્મને લઈ કોઈની સાથે વાત કરી નથી, તેઓ આપણી સાથે વાત કેમ કરેશે?” પરંતુ વીર સાંઘવીએ કહ્યું કે તેમના પિતા વી.વી પુરી રાજકપૂરના શરૂઆતી ફિલ્મોને ફાયનાન્સ કરી ચુક્યા છે.
આ સંબંધ કામ આવ્યો. અરૂણે પોતાના પિતાને વાત કરી અને પછી રાજ કપૂર સાથે ઈન્ટરવ્યૂની વાત પાક્કી થઈ ગઈ.
આ પણ વાંચો: ‘ટાઈગર 3’ પછી સલમાન ખાન ફરી એક વાર એક્શન અવતારમાં, ‘સિકંદર’નું ટ્રેલર રિલીઝ
ઇન્ટરવ્યુ દરમિયાન રાજ કપૂરે ફિલ્મને દાર્શનિક દ્રષ્ટિકોણથી એવી રીતે રજૂ કરી કે વાચક આશ્ચર્યચકિત થઈ ગયા અને ઇન્ટરવ્યુ લેનાર વીર સંઘવી પ્રભાવિત થયા.
રાજ કપૂરે કહ્યું, “એક પથ્થર લો. તે ફક્ત એક પથ્થર છે. પણ જો તમે તેના પર ધાર્મિક પ્રતીક બનાવો છો, તો તે ભગવાન બની જાય છે. તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો તે મહત્વનું છે.” તેમણે ઝીનતના ફોટોગ્રાફ્સના વિવાદ પર પણ વાત કરી.
જ્યારે વીર સંઘવીએ કહ્યું કે આ તસવીરો ખૂબ જ હોટ છે, ત્યારે રાજ કપૂરે જવાબ આપ્યો, “લોકોને ઝીનતનું શરીરને જોવા આવવા દો. પણ જ્યારે તેઓ થિયેટરમાંથી પાછા ફરશે ત્યારે તેમને મારી ફિલ્મ યાદ આવશે.”
જોકે, વીર સંઘવીએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ કપૂરે જેટલી ખુલીને વાત કરવી જોઈતી હતી તેટલી તેમણે કરી ન હતી. તેમ છતાં આ ઇન્ટરવ્યુ ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયો હતો અને તે મહિને ઇન્ડિયા ટુડે મેગેઝિને ઉત્તમ વેચાણ કર્યું હતું.
જ્યારે રાજ કપૂર વિરુદ્ધ કેસ દાખલ થયો
સત્યમ શિવમ સુંદરમ રિલીઝ થતાંની સાથે જ હિટ થઈ ગઈ. આ ફિલ્મ કોલકાતાના મેટ્રો સિનેમામાં 29 અઠવાડિયા સુધી ચાલી અને બ્લોકબસ્ટર સાબિત થઈ.
પરંતુ ઝીનત અમાનના બોલ્ડ દ્રશ્યોને કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ હતી, ખાસ કરીને પારદર્શક સાડીમાં ઝીનતનો દ્રશ્ય વિવાદાસ્પદ રહ્યો. હિમાચલ પ્રદેશના લક્ષ્મણ નામના એક વ્યક્તિએ અશ્લીલતાના આધારે ફિલ્મને કોર્ટમાં પડકારી હતી.
રાજ કપૂર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 292 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધો હતો.