Gujarat Police Dog Solves Case: અમદાવાદ જિલ્લામાં એક સ્નિફર ડોગે ખેડૂતના ચોરાયેલા પૈસા શોધીને કમાલ કરી નાંખ્યો છે. એક અધિકારીએ શુક્રવારે કહ્યું કે આ પોલીસના સ્નિફર ડોગ એ 1.07 કરોડ રૂપિયાની ચોરીના કેસને ઉકેલવામાં મદદ કરી છે. ત્યારબાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેની નામના ડોબરમેન કૂતરાની મદદથી જિલ્લા પોલીસે ગુરુવારે આરોપીને પકડ્યો અને 12 ઓક્ટોબરના રોજ તેમની પાસેથી કથિત રીતે ચોરાયેલી સમગ્ર રકમ પરત મેળવી લીધી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પેનીના આ પરાક્રમ વિશે ટ્વિટ કર્યું છે.
લોથલ પાસે ખેડૂતે જમીન વેચી હતી
પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, પોલીસે ધોળકા તાલુકાના સરગવાલા ગામના રહેવાસી બુદ્ધ સોલંકી અને તેના સાથી વિક્રમ સોલંકીની ધરપકડ કરી છે. કોથ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.એન. ગોહિલે જણાવ્યું હતું કે 52 વર્ષીય ખેડૂત તેના ગામ નજીક લોથલ પુરાતત્વીય સ્થળ પાસેનો પ્લોટ વેચીને રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આ જમીનના સોદામાં ખેડૂતને 1.07 કરોડ રૂપિયા મળ્યા હતા. તેણે જણાવ્યું કે ખેડૂત 12 ઓક્ટોબરે ઘરને તાળું મારીને કોઈ કામ માટે આણંદ જિલ્લાના તારાપુર ગયો હતો.
કોથળામાં રાખી કાચા મકાનમાં રાખી હતી રકમ
અધિકારીએ કહ્યું, ‘ખેડૂત આ પૈસાથી અન્ય જગ્યાએ જમીન ખરીદવા માંગતો હતો, તેથી 10 ઓક્ટોબરે તેણે પ્લાસ્ટિકની બે થેલીઓમાં રોકડ ભરીને તેના કાચા ઘરમાં રાખી હતી. 12 ઓક્ટોબરની રાત્રે કેટલાક લોકો બારી પાસેની ઈંટો હટાવીને ઘરમાં ઘૂસી ગયા હતા અને બેગ લઈને ભાગી ગયા હતા. અધિકારીએ કહ્યું કે પેની સાથે ડોગ સ્ક્વોડ પણ ચોરોની હિલચાલને ટ્રેસ કરવા માટે સ્થળ પર પહોંચ્યો હતીૃો.
પૈની બુદ્ધના ઘરથી થોડે દૂર રોકાઈ ગયો હતો
ગોહિલે કહ્યું, ‘ગુરુવારે પેની બુદ્ધના ઘરથી થોડે દૂર એક જગ્યાએ રોકાયો હતો. તે પહેલાથી જ અમારી શંકાસ્પદ યાદીમાં હતો કારણ કે તે રોકડ વિશે જાણતો હતો. જ્યારે આરોપીને બાકીના શકમંદો સાથે ઉભો કરવામાં આવ્યો ત્યારે પોલીસે બુદ્ધના ઘરે દરોડો પાડી રૂ. 53.9 લાખ કબજે કર્યા હતા અને પૂછપરછ દરમિયાન તેણે આ ચોરીમાં વિક્રમ પણ સામેલ હોવાનો ખુલાસો કર્યો હતો. બાકીના પૈસા ગામમાં વિક્રમના ઘરેથી મળી આવ્યા હતા. ગોહિલે જણાવ્યું હતું કે બુદ્ધ ખેડૂતની નજીક હતો અને 12 ઓક્ટોબરે ઘર છોડતા પહેલા તેજ છેલ્લો વ્યક્તિ હતો જેની સાથે તેણે વાત કરી હતી.