મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ તબક્કાના છેલ્લા દિવસોમાં વિધાનસભા બેઠક દીઠ દરેક મતદાન મથકના બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા સ્થાનિક આગેવાનો અને માન્ય રાજકીય પક્ષના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે મિટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર/સ્થળાંતરિત/મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
જે પણ મતદારોના નામ તેમના ભાગમાં, આ ASD યાદીમાં સામેલ હોય તેઓ તેમનું નામ હાલ જ્યાં રહેતા હોય તે વિધાનસભામાં દાખલ કરાવવા માટે ફોર્મ નં 6 ભરીને તેમના ભાગના BLOને આપી શકે છે. જે મતદારનું નામ ગેરહાજર/સ્થળાંતરિત મતદારોની યાદીમાં નથી પરંતુ તેઓનું તેમના જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત થયું હોય અથવા મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવાનો હોય તેવા મતદારો ફોર્મ નં 8 ભરીને તેમના વિસ્તારના BLOને આપી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના ત્રણ વર્ષ પૂર્ણ
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની કચેરીએ શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારણા (SIR) ના ગણતરી તબક્કાનું કાર્ય 100 % પૂર્ણ થયું છે.
તેમાં ઉમેર્યું હતું કે ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત (ASD) મતદારોની યાદી સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને CEO ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે જે મતદારોના નામ ASD યાદીમાં છે તેઓ ફોર્મ 6 ભરીને વિભાગના બૂથ લેવલ ઓફિસરને આપીને તેમના વર્તમાન નિવાસસ્થાનના વિધાનસભા મતવિસ્તારમાં તેમના નામ નોંધાવી શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે જે મતદારોના નામ ASD યાદીમાં નથી પરંતુ જેઓ કાયમી ધોરણે સ્થળાંતરિત થયા છે અથવા જેઓ મતદાર યાદીમાં નોંધાયેલ કેટલીક વિગતો બદલવા માંગે છે તેઓ ફોર્મ 8 ભરીને તેમના વિભાગના BLO ને સબમિટ કરી શકે છે.





