Covid-19 Cases In Gujarat: આજે ગુજરાતમાં કોરોનાના 108 કેસ નોંધાયા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત

Corona Cases In Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના 108 નવા કેસ નોંધાયા છે. જે બાદ દર્દીઓની સંખ્યા વધીને 461 થઈ ગઈ છે.

Written by Rakesh Parmar
Updated : June 03, 2025 22:51 IST
Covid-19 Cases In Gujarat: આજે ગુજરાતમાં કોરોનાના 108 કેસ નોંધાયા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. - photo-freepik

Corona Cases In Gujarat: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં ભારતમાં કોવિડ-19 ના કેસોની સંખ્યા 4000 ને વટાવી ગઈ છે. જોકે આરોગ્ય વિભાગ તેને ચિંતાનો વિષય માનતું નથી અને લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, 3 જૂને રાત્રે 9 વાગ્યે અપડેટ કરેલી યાદીમાં દેશમાં આ સમયે કોરોનાના કુલ કેસોની સંખ્યા 4265 છે.

કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. ત્યાં જ મહારાષ્ટ્રમાં બીજા ક્રમે સૌથી વધુ કેસ છે. ગઈકાલે દિલ્હીમાં પણ 22 વર્ષની યુવતીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં 108 કોરોના દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે ગુજરાતમાં કોરોનાના 108 નવા કેસ નોંધાયા છે. જે બાદ દર્દીઓની સંખ્યા વધીને 461 થઈ ગઈ છે. આમાંથી 20 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 441 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત 43 દર્દીઓ સ્વસ્થ થયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો: કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન

ભારતમાં કોરોનાના નવા ઓમિક્રોન પ્રકારો વધી રહ્યા છે

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઓમિક્રોનના ચાર નવા પ્રકારો LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ફેલાયા છે, જેમાંથી પહેલા ત્રણ પ્રકારો વધુ કેસોમાં જોવા મળ્યા છે. બધા પ્રકારો ઓમિક્રોન સાથે સંબંધિત છે, જે ઝડપથી ફેલાય છે પરંતુ ઓછા ખતરનાક છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાથી 5 મૃત્યુ

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અહીં સક્રિય કેસની સંખ્યા હાલમાં 3961 છે. આ કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડો છે. બીજી તરફ જો મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 5 મૃત્યુ થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ