ભરૂચ : ગુજરાત (Gujarat) ના ભરૂચ (Bharuch) શહેરમાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતનો અનાદર (disrespecting the national anthem) કરવા બદલ તાજેતરમાં પોલીસે 11 લોકોની અટકાયત કરી હતી.
અટકાયત કરાયેલા લોકોની ઓળખ અયુબ પટેલ (કન્યાના પિતા), ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી ઝુબેર પટેલ, સલીમ ધીરા, ઈરફાન પટેલ, નાસીર સમનીવાલા, વસીમ નવાબ, ઝુલ્ફીકાર રોકડિયા, જાવેદ ધોલત, સઈદ રોકડિયા (2021માં નગરપાલિકાની ચૂંટણી લડી હતી) તરીકે થઈ છે. ઉસ્માન પટેલ અને સરફર્ઝ પટેલ, તમામ ભરૂચ શહેરના રહેવાસી છે. રાષ્ટ્રગીત ગાતી વખતે ગ્રુપમાંથી છ લોકો બેઠા હતા, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અટકાયત કરાયેલા આરોપીઓને સોમવારે બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. તેઓને મોડી સાંજે ભરૂચમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભરૂચ ભાજપ લઘુમતી સેલના પ્રમુખ મુસ્તુફા ખોડાએ જણાવ્યું હતું કે, “અમને આવો વિડિયો મળ્યો છે અને જાણવા મળ્યું છે કે, સઈદ રોકડિયા અને ઝુબેર પટેલ ભાજપ લઘુમતી સેલ સાથે સંકળાયેલા છે. અમે અમારા પક્ષના નેતાઓને ઘટનાની જાણ કરીશું અને પગલાં લેવા અંગે તેમની સલાહ લઈશું.”
આ પણ વાંચો – ગુજરાતે PESA કાયદા હેઠળ ગામોને ગ્રામસભા તરીકે સૂચિત જ કર્યા નથી: NCST પેનલ
ભરૂચ બી ડિવિઝનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર યુકે ભવાડે જણાવ્યું હતું કે, આ વીડિયો ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો હતો. અમે 11 લોકોની અટકાયત કરી અને તેમના મોબાઈલ ફોન જપ્ત કર્યા. મોબાઈલ ફોનને FSL લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. એકવાર અમને લેબ રિપોર્ટ્સ મળ્યા પછી અમે આગળની કાર્યવાહી કરીશું. અટકાયતીઓએ તેમના નિવેદનોમાં દાવો કર્યો છે કે, તેઓ રાષ્ટ્રગીત ગાવા માટે લાગુ પડતા નિયમોથી અજાણ હતા.