/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gujarat-Teacher-News.jpg)
રાજ્ય સરકાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે 13,800 શિક્ષકોની ભરતી કરશે. (Image source: X/@Bhupendrapbjp)
Gujarat Government Big Announcement: શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે X પર પોસ્ટ કરીને દિવાળી પહેલા મોટા સમાચાર આપ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના કુલ 13,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની વિનંતીથી નજીકના ભવિષ્યમાં જિલ્લા બદલી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકારની મોટી જાહેરાત
રાજ્ય સરકાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે 13,800 શિક્ષકોની ભરતી કરશે. આ માટેની સત્તાવાર સૂચના 1 નવેમ્બર 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. એટલે કે નવા વર્ષ પહેલા શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને સરકાર મોટી ભેટ આપશે.
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉🏻સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫, ધોરણ ૬ થી ૮ અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકો ની ભરતી તા. 01/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.
👉🏻પ્રાથમિક…— Dr. Kuber Dindor (@kuberdindor) October 29, 2024
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે એક્સ પર પોસલ્ટ કરતા જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી ઉપરાંત, નજીકના ભવિષ્યમાં જિલ્લા ફેર ટ્રાન્સફર કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ ટ્રાન્સફર કેમ્પ ક્યારે યોજાશે તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us