/indian-express-gujarati/media/media_files/2026/02/05/south-asian-business-awards-2026-02-05-21-03-44.jpg)
સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ Photograph: (સોશિયલ મીડિયા)
અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલસમાં છેલ્લા ઓગણીસ વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતા પ્રતિષ્ઠિત 'સાઉથ એશિયન બિઝનેસ એવોર્ડ્સ'નો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાનો અને આયોજકો
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું નેતૃત્વ અને આયોજન અનુભવી મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. મહમદ ઈસ્લામ, ડાયરેક્ટર અને ફાઉન્ડર, જેમણે આ પ્લેટફોર્મને 19 વર્ષથી જીવંત રાખ્યું છે. પરિમલ શાહ, એવોર્ડ ચેરમેન, જેમના માર્ગદર્શન હેઠળ પારદર્શક રીતે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. કે.જે. શ્રીનિવાસા (કોન્સ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા, લોસ એન્જલસ) ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિવિધ ક્ષેત્રના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/05/south-asian-business-awards-los-angeles-2026-02-05-21-05-40.jpg)
યોગી પટેલનું વિશેષ સન્માન
આ કાર્યક્રમમાં સુરત સાથે જોડાયેલા અને અમેરિકાની રિપબ્લિકન પાર્ટીમાં વેરી યંગેસ્ટ નેતા તરીકે ઓળખાતા યોગી પટેલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
ડો. કે. જે. શ્રીનિવાસાનું યોગી પટેલે પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું હતું. યોગી પટેલ અને પરિમલ શાહ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગી પટેલને તેમની રાજકીય સક્રિયતા અને સામુદાયિક સેવા બદલ સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
વિવિધ ફિલ્ડમાં એવોર્ડ્સનું વિતરણ
આ એવોર્ડ શોની ખાસિયત એ છે કે તે માત્ર બિઝનેસ પૂરતો મર્યાદિત નથી. 19 વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ અલગ-અલગ ફિલ્ડના લોકોને તેમની મહેનત બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વિજ્ઞાન, કલા, સામાજિક સેવા અને ઉદ્યોગ જગતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
લોસ એન્જલસમાં ભારતીય સમુદાયના નેતા તરીકે યોગી પટેલની સક્રિયતા અને ડો. કે.જે. શ્રીનિવાસાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમે વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને વ્યાપારિક શક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us