ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘર કંકાસની ઘટનાઓમાં હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. જેમાં ભાવનગરમાં જ બે ઘટનાઓ બની છે. પ્રથમ ઘટનામાં લગ્નના થોડા કલાકો પહેલા જ વાગદત્તાને ભાવિ પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ છે તો બીજી ઘટનામાં એક વન અધિકારીએ પોતાની પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. અન્ય એક ઘટનામાં રાજકોટમાં લગ્નેત્તર સંબંધોના ઝઘડામાં પતિએ પોતાની પત્નીને ગોળી મારી દીધી હતી જેના પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
પત્નીને માથા અને ચહેરા પર ગોળી મારી, પછી પતિએ કરી આત્મહત્યા
રાજકોટમાં 15 નવેમ્બરના રોજ એક ભયાનક ઘટના બની. પતિએ તેની લાઇસન્સ વાળી પિસ્તોલથી તેની પત્નીના માથા અને ચહેરા પર ગોળી મારી દીધી. પીડિતાની ઓળખ તૃષા પઢિયાર તરીકે થઈ છે. એવું જાણવા મળ્યું છે કે તેની પત્નીને ગોળી માર્યા પછી પતિએ પણ આત્મહત્યા કરી લીધી અને તેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો. જોકે તૃષાનું 48 કલાક પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું.
આખો મામલો શું છે?
તૃષાના ભાઈ જય મુકેશ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, દંપતી છેલ્લા એક મહિનાથી લગ્નેત્તર સંબંધો અંગે ઝઘડો કરી રહ્યું હતું. ત્યારથી તૃષા તેની મિત્ર પૂજા સાથે રહેતી હતી. પોલીસે અહેવાલ આપ્યો કે સવારે 9 વાગ્યાની આસપાસ જય તેના ભત્રીજાના વારંવાર ફોન અને દરવાજો ખટખટાવતા જાગી ગયો. એક પાડોશીએ તેને કહ્યું કે લાલજી અને તૃષા પૂજાના મકાનની બહાર ઝઘડો કરી રહ્યા હતા. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે એક ભીડ ભેગી થઈ ગઈ હતી અને લાલજી તેની બાજુમાં પિસ્તોલ સાથે જમીન પર પડેલો હતો. નજરે જોનારાઓએ દાવો કર્યો હતો કે લાલજીએ પહેલા તૃષાને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારી. તૃષાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેના ભાઈએ એફઆઈઆર નોંધાવી.
ભાવનગરમાં લગ્નના થોડા કલાકો પહેલા જ યુવતીની હત્યા
ભાવનગરમાં 15 નવેમ્બરે એક દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. લગ્નના થોડા કલાકો પહેલા જ 22 વર્ષીય સોની રાઠોડની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તેના મંગેતર સાજન બારૈયા તેની સાથે લગ્ન ગ્રંથીથી જોડાવાનો હતો તેના પર જ હત્યાનો આરોપ હતો. જેને પોલીસે હત્યાના બીજા દિવસે જ ઝડપી પાડ્યો હતો.

આ ઘટના ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બની હતી. સાજન શનિવારે સવારે ઘરમાં ઘૂસી ગયો અને તેની મંગેતર સોની સાથે દલીલો કરવા લાગ્યો. આ વિવાદ પાનેતર અને પૈસાને લઈને થયો હોવાનું કહેવાય છે. વાતચીત ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમી અને સાજને લોખંડના પાઇપથી સોની પર હુમલો કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું, જેનાથી તેણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.
ભાવનગરમાં વન અધિકારીએ પત્ની અને બે બાળકોની હત્યા કરી

ભાવનગર પોલીસે સોમવારે એક સહાયક વન સંરક્ષક (ACF) ની ધરપકડ કરી હતી, જેણે તેની પત્ની અને બે સગીર બાળકોની હત્યા કરી હતી અને તેમને વન અધિકારીના ક્વાર્ટરની બહાર જ દફનાવી દીધા હતા.
એસપી પાંડેએ જણાવ્યું હતું કે, “આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે 5 નવેમ્બરના રોજ પહેલા તેની પત્ની, પછી પુત્ર અને પછી પુત્રીના ચહેરા પર ઓશીકું મૂકીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે મૃતદેહો પર પથ્થરો નાખ્યા અને તેમને પાણીથી ભરેલા છ ફૂટના ખાડામાં નાખ્યા. તેણે તેમના પર એક દરવાજો અને ધાબળો પણ નાખ્યો અને પછી ખાડાઓને રેતીથી ભરી દીધા.”
રાજ્ય સરકાર વતી ASI હિરેન બાલુ સોધાતરની ફરિયાદના આધારે 16 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કેસમાં FIR દાખલ કરવામાં આવી હતી. 39 વર્ષીય ખાંભલા પર હત્યા, પુરાવા ગાયબ કરવા અને સરકારી કર્મચારીને ખોટા નિવેદનો આપવા બદલ BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.





