Gujarat Weather Update: હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે. ચોમાસાની ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. ત્રણ સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી છે.
આજે રાજ્યમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકાઓમાં વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. કાંકરેજ 3.58 ઇંચ, પલસાણા 3.5 ઇંચ, લખતર 3.43 ઇંચ, વલસાડ 3 ઇંચ, વાપી 2.99 ઇંચ, વાવ 2.99 ઇંચ, કલ્યાણપુર 2.99 ઇંચ, ગઢડા 2.95 ઇંચ, સાયલા 2.8 ઇંચ, થરાદ 2.72 ઇંચ, બરવાળા 2.56 ઇંચ, વઢવાણ 2.52 ઇંચ, ખેરગામ અને પોરબંદર તાલુકામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ડાંગ ખાતે પ્રવાસીઓ ધોધના જોરદાર પ્રવાહમાં ફસાયા, માનવસાંકળ બનાવીને બચાવ્યો જીવ
આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. આગામી સાત દિવસ સુધી વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.