અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન એરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવી પહોંચ્યાં છે.
પહેલા 4 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને બાદમાં બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, વતન મોકલવાની કામગીરી શરુ
તમને જણાવી દઈએ કે, છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યાં જ આજે અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતાનીઓના નામની યાદી પણ સામે આવી છે જેમાં સૌથી વધુ અમદાવાદ અને ગાંધીનગરના વતની છે. ત્યાં જ આજે અમેરિકાથી ડિપોર્ટ થયેલી ગુજરાતીઓમાં ગાંધીનગરના ડિંગુચાનો એક પરિવાર પણ સામેલ છે.
ત્રીજા તબક્કામાં ડિપોર્ટ થઈ અમદાવાદ આવનારા 33 ગુજરાતીઓનાં નામ
- સપના ચેતનસિંહ રાણા (ચિલોડા, ગાંધીનગર)
- દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા (ચિલોડા, ગાંધીનગર)
- અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર)
- પાયલ અનિલકુમાર પ્રજાપતિ (કલોલ)
- દીપ ઘનશ્યામભાઈ પટેલ (કડી)
- સાક્ષીબેન દીપ પટેલ (કડી)
- હસમુખ રેવાભાઈ પટેલ (વીજાપુર)
- ધવલભાઈ કિરીટકુમાર લુહાર (કલોલ)
- પૂજા ધવલભાઈ લુહાર (કલોલ)
- રુદ્ર ધવલભાઈ લુહાર (કલોલ)
- નીત તુષાર પટેલ (નરોડા, અમદાવાદ)
- તુષાર પ્રવીણચંદ્ર પટેલ (નરોડા, અમદાવાદ)
- ચેતનાબેન તુષાર પટેલ (નરોડા, અમદાવાદ)
- હિમાંશી ચિરાગકુમાર પટેલ (નારણપુરા અમદાવાદ)
- ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ (નારણપુરા, અમદાવાદ)
- હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ (નરોડા અમદાવાદ)
- સ્વાતિ હાર્દિક પટેલ (નરોડા, અમદાવાદ)
- હેનિલ હાર્દિક પટેલ (નરોડા, અમદાવાદ)
- દિશા હાર્દિક પટેલ (નરોડા, અમદાવાદ)
- માહી રાજેશભાઈ પટેલ (ઘુમાસણ, કલોલ)
- જય રાજેશ પટેલ (ઘુમાસણ, કલોલ)
- હારમી રાજેશકુમાર પટેલ (ઘુમાસણ, કલોલ)
- મંજુલાબેન રાજેશભાઈ પટેલ (ઘુમાસણ, કલોલ)
- રાજેશ બળદેવભાઈ પટેલ (ઘુમાસણ, કલોલ)
- રણજિતભાઈ જયંતીભાઈ રાવલ (માણસા)
- ચેતનસિંહ ભરતસિંહ રાણા (ડભોડા, ગાંધીનગર)
- અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ
- આરવ અનિલકુમાર પ્રજાપતિ (વેડા, કલોલ)
- દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ (વેડા, કલોલ)
- હિતેશ રમેશભાઈ રામી (સુશિયા)
- જયેશકુમાર ભોલાભાઈ પટેલ (ડિંગુચા)
- હિરલબેન જયેશકુમાર પટેલ (ડિંગુચા)
- પ્રાંશ જયેશકુમાર પટેલ (ડિંગુચા)
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં લોકો વર્ષોથી લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા તેમજ અન્ય દેશોમાં ગેરકાયદે રીતે જાય છે. પહેલા એજન્ટો એક વ્યક્તિને અમેરિકા મોકલવા માટે 40 લાખ રૂપિયા સુધીનો ચાર્જ લેતા હતા, પરંતુ ડિંગુચા ગામના જગદીશ પટેલના પરિવારનું કેનેડા-અમેરિકા બોર્ડર પર મોત થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, 7000ની વસ્તી ધરાવતા ડિંગુચા ગામનો અડધો ભાગ યુએસ, યુકે અથવા કેનેડામાં રહે છે. ગ્રામીણ પંચાયતના રેકોર્ડ મુજબ આ ગામના 3200 રહેવાસીઓ વિદેશમાં રહે છે.