ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે સંયુક્ત ઓપરેશનમાં ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે. બોટ પકડી લીધા બાદ ટીમ દ્વારા તપાસ કરતા બોટની અંદરથી 40 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. સાથે જ હથિયારો પણ મળી આવ્યાં હતાં.
ટાઇમ્સ નાઉએ ભારતીય કોસ્ટ ગાર્ડના હવાલાથી જણાવ્યું કે ICGની ટીમે એક પાકિસ્તાનની માછલી પકડનારી નાવ અલ સોહેલીને રોકી હતી. તેમાં હથિયાર, ગોળા-બારુદ સાથે લગભગ 40 કિલોગ્રામ નશીલો પદાર્થ મળી આવ્યા હતા. જે જપ્ત કર્યો હતા. જેની કિંમત 300 કરોડ રૂપિયા છે. ચાલક દળ સાથે નાવને પકડી છે અને આગળની તપાસ માટે ઓખા લાવવામાં આવી છે.
આ પણ વાંચો – કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં સાઇકલનો ઉપયોગ 10 ગણો વધ્યો
તમને જણાવી દઇએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પારથી ડ્રગ્સની તસ્કરી ભારતમાં જોવા મળે છે. દેશ માટે આ મોટી સમસ્યા બની રહી છે. આ સમસ્યાથી લડવા માટે ભારતીય ગૃહ મંત્રાલય એડવાન્સ ટેકનિક દ્વારા લડવાની તૈયારીમાં છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે હેન્ડ હેલ્ડ થર્મલ ઇમેજર, નાઇટ વિઝન ડિવાઇસ, ટ્વિન ટેલિસ્કોપ અને માનવ રહિત હવાઇ વાહન જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરહદી ક્ષેત્રોમાં પ્રભાવી પકડ રાખવા માટે સક્રિયતા રાખવામાં આવી રહી છે.