આણંદમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દીધી, નરબલિની શંકા

ગુજરાતના આણંદ જિલ્લામાં એક વ્યક્તિએ 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને નદીમાં ફેંકી દીધી હોવાનો આરોપ છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Written by Rakesh Parmar
September 02, 2025 15:26 IST
આણંદમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દીધી, નરબલિની શંકા
ગ્રામજનો આંકલાવ પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા અને છોકરી માટે ન્યાયની માંગ કરી. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના આણંદ જિલ્લામાં એક વ્યક્તિએ 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને નદીમાં ફેંકી દીધી હોવાનો આરોપ છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે છોકરી સાથે જોવા મળેલો છેલ્લો વ્યક્તિ હતો. છોકરીની શોધ ચાલુ છે. ત્યાં જ લોકોએ દાવો કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિ મેલી વિદ્યા કરતો હતો. લોકોને શંકા હતી કે છોકરીની બલિ આપવામાં આવી હોઈ શકે છે. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે આરોપીએ છોકરીની બલિ આપીને લાશને નદીમાં ફેંકી દીધી હશે.

નાયબ પોલીસ અધિક્ષક પાર્થ ચોવટિયાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. છોકરી મળી શકી નથી. છોકરીની શોધ ચાલુ છે. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે 30 ઓગસ્ટની સાંજે આંકલાવ તાલુકાના નવખાલ ગામમાં છોકરી તેના ઘરની બહાર રમતી વખતે ગુમ થઈ ગઈ હતી. છોકરીના ગુમ થવાની ફરિયાદ મળ્યા બાદ આંકલાવ પોલીસ એક્શનમાં આવી ગઈ અને શોધખોળ શરૂ કરી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ અજય પઢિયાર છોકરીને તેની મોટરસાઇકલ પર લઈ જતો જોવા મળે છે. શંકાસ્પદે ઉમેટા ગામ નજીક મીની નદીમાં છોકરીને ફેંકી દીધી હોવાની કબૂલાત પણ કરી છે. શંકાસ્પદે અન્ય કોઈ વિગતો આપી નથી. કાળા જાદુના કોઈ પુરાવા મળ્યા નથી. બીજી તરફ ગ્રામજનો આંકલાવ પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા અને છોકરી માટે ન્યાયની માંગ કરી હતી.

આ પણ વાંચો: જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મળ્યા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ મામલે સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેતા અને આંકલાવ નિવાસી સંજસિંહ રાજે જણાવ્યું હતું કે શંકાસ્પદ પહેલા અંધશ્રદ્ધામાં માનતો હતો. સ્થાનિક લોકોને શંકા છે કે તેણે છોકરીનું અપહરણ કરીને તેને માનવ બલિદાન માટે કોઈને સોંપી દીધી હશે. આ કેસમાં કાળા જાદુ અને માનવ બલિની શંકાને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ