ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એક સાથે 64 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યાં જ 4 IASને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં હાલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે તેની વચ્ચે રાજ્ય સરકાર ચૂંટણીપંચની મંજૂરી લઈ આજે IASની બદલીના આદેશ કર્યા હતા.
અમદાવાદ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બંછાનિધિ પાનીને મૂકવામાં આવ્યા છે. ત્યાં જ અમદાવાદના નવા કલેક્ટર તરીકે IAS સુજીત કુમારને મૂકવામાં આવ્યા છે.
4 IAS અધિકારીને પ્રમોશન મળ્યું
- ડો. વિનોદ રાવ
- અનુપમ આનંદ
- મિલિન્દ તોરવણે
- એમ.થેન્નારાસન (પ્રમોશન સાથે બદલી)
64 IAS અધિકારીઓની બદલી
- સુજીત કુમાર, અમદાવાદના નવા કલેક્ટર
- આર.એમ.તન્ના, દ્વારકાના નવા કલેક્ટર
- એસ.કે.પ્રજાપતિ, મહેસાણાના નવા કલેક્ટર
- કે.બી.ઠક્કર, જામનગરના નવા કલેક્ટર
- અનિલ ધામેલિયા, વડોદરાના નવા કલેક્ટર
- લલિત નારાયણ, સાબરકાંઠાના નવા કલેકટર
- રાજેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગરના નવા કલેક્ટર
- ગાર્ગી જૈન, છોટા ઉદેપુરના નવા કલેક્ટર
- જી.ટી.પંડ્યાની શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે બદલી
- રાહુલ ગુપ્તાની ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે બદલી
- સંદિપ સાંગલેની SAGના ડિરેક્ટર તરીકે બદલી
- વિશાલ ગુપ્તા AMCના ડેપ્યુટી કમિશનર બન્યા
- કે.સી.સંપટને ઈન્ડ્રસ્ટીઝ અને માઈન વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો





