બનાસકાંઠામાંથી એક હેવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરની જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે થયેલી હેવાનિયત વિશે સાંભળીને તમારૂં હૃદય કંપી જશે. તેની સાથે બનેલી હેવાનિયતની શરૂઆત તેના જ દોસ્તના બ્લેકમેલિંગના વીડિયોથી થઈ હતી. વિદ્યાર્થિનીનો નગ્ન વીડિયો બનાવ્યા બાદ તેને મહિનાઓ સુધી સાત લોકોએ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. જ્યારે આ ઘટના વધતી ગઈ ત્યારે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી.
પીડિતાએ એક-બે નહીં સાત આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો ખુલાસો થતા જ હડકંમ મચી ગયો છે.
ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી થયા બાદ ફસાઇ ગઇ
પોલીસ અનુસાર, બળાત્કારના છ આરોપીઓમાંથી એક એ 20 વર્ષીય વિદ્યાર્થિની સાથે ત્યારે દોસ્તી કરી, જ્યારે વિદ્યાર્થિની 2023માં પાલનપુરમાં કોલેજ જવાનું શરૂ કર્યું હતું. બંનેની દોસ્તી વધવા લાગી અને પછી નવેમ્બર 2023માં તે યુવક વિદ્યાર્થિનીને હોટેલમાં પોતાની સાથે લઈ ગયો. ત્યાં તેને વિદ્યાર્થિનીના કપડા પર ઈડલી ઢોળી દીધી અને પછી ગંદા કપડાને સાફ કરવા માટે હોટેલમાં લઈ ગયો અને એક રૂમ ભાડે લીધો. જ્યારે વિદ્યાર્થિની પોતાના કપડા સાફ કરી રહીલહતી ત્યારે યુવકને તેનો વીડિયો બનાવી લીધો હતો.
આ પણ વાંચો: મફતમાં સ્માર્ટફોન યોજના અંતર્ગત મદદ કરનાર પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ
બ્લેકમેલ કરીને દોસ્તો પાસે દુષ્કર્મ કરાવ્યું
એફઆઈઆર અનુસાર, યુવકે જાણીજોઇને વિદ્યાર્થિનીના કપડા પર ખાવાનો ઢોળ્યું અને તેને સાફ કરવાના બહાને હોટલમાં એક રૂમમાં લઈ ગયો અને તેનો ન્યૂડ વીડિયો બનાવીને બ્લેકમેલ કરી અને પછી તેની સાથે દુષ્કર્મ કર્યું. પછી તેણે પોતાના અન્ય છ દોસ્તો સાથે પણ વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરાવતો રહ્યો. બ્લેકમેલ અને દુષ્કર્મથી પરેશાન થઈ વિદ્યાર્થિનીએ છ લોકો વિરૂદ્ધ નામજોગ રિપોર્ટ નોંધાવી તો ત્યાં જ તેણે એક અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.