/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Ahmedabad-Riverfront.jpg)
અમદાવાદ રિવરફ્રન્ટ (તસવીર: ourahmedabad/Instagram)
Ahmedabad Riverfront Hotel: અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ પર સતત નવા-નવા વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. આજ ક્રમમાં મીડિયા રિપોર્ટમાં મળેલી જાણકારી અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL)એ 17 માળની એક હોટલના નિર્માણનો પ્રસ્તાવ પારિત કર્યો છે. આ પહેલા રિવરફ્રન્ટ પર એક કન્વેંશન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે જ અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં રિવરફ્રન્ટ પર કન્વેંશન, કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવા માટે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે સોમવારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL)ની બોર્ડની બેઠકમાં રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં 17 માળની 300 રુમની હોટેલ બાંધવાનું નક્કી કરાયું છે. જેના માટે હોટેલ બાંધવા માટેના ડેવલપમેન્ટ રાઇટ્સ માટે પણ RFP બહાર પાડવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL) દ્વારા પહેલીવાર સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે હોટેલ બાંધવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતને હંમેશા યાદ રહેશે આ 2 ગોઝારી ઘટના, વર્ષ 2024ના ભયાનક અકસ્માતોનું લિસ્ટ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (SRFDCL)ના સુત્રો જણાવે છે કે," ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રુ.792.50 કરોડના ખર્ચથી પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે "કન્વેન્શન, કલ્ચરલ તથા બિઝનેસ સેન્ટર" બાંધકામ કરવાનો DPR તૈયાર કરવાની દરખાસ્ત મંજુરી આપી છે. "કન્વેન્શન, કલ્ચરલ તથા બિઝનેસ સેન્ટર" માટે રાજ્ય સરકાર પાસે રુ.500 કરોડની ગ્રાંટ મેળવવા માટે દરખાસ્ત સબમીટ કરાશે. જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રુ.292.50 કરોડનો ખર્ચ ભોગવશે."
સુત્રો વધુમાં જણાવે છે કે, "પહેલીવાર મેગા પ્રોજેક્ટ તરીકે, 40,200 ચો.મી.ના પ્લોટમાં કન્વેન્શન, કલ્ચરલ તથા બિઝનેસ સેન્ટર ઉભુ કરવાનું આયોજન કરાયું છે જેના માટે 6850 ચો.મી.ના પ્લોટમાં ડોમ એન્ડ થિયેટર, 6350 ચો.મી.ના પ્લોટમાં હોટેલ, 14,940 ચો.મી.ના પ્લોટમાં કન્વેન્શન સેન્ટર અને 11,365 ચો.મી.ના પ્લોટમાં પર્ફોમિંગ આર્ટ થિયેટર ઉભુ કરવાનું આયોજન છે જેમાં હોટેલના ડેવલપમેન્ટ રાઇટ્સનું વેચાણ કરવામાં આવશે. જેમાં જુદા-જુદા ત્રણ વિકલ્પ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિકલ્પ એકમાં હોટેલના ડેવલપમેન્ટ રાઇટ્સનું વેચાણ કરાશે. SRFDCL દ્વારા કન્વેન્શન સેન્ટર બંધાશે. SRFDCL દ્વારા ઓપરેશન-મેઇન્ટેન્સ લીઝ ઉપર અપાશે. વિકલ્પ બેમાં હોટેલ ડેવલપમેન્ટ રાઇટ્સનું વેચાણ કરાશે. જ્યારે હોટેલ ડેવલપ કરનારા ડેવલપરને કન્વેન્શન સેન્ટર બાંધશે. હોટેલ બીડર 15 વર્ષ સુધી ઓપરેશન-મેઇન્ટેન્સ કરશે. વિકલ્પ ત્રણમાં હોટેલ ડેવલપમેન્ટ રાઇટ્સનું વેચાણ કરાશે. જ્યારે હોટેલ ડેવલપ કરનારા ડેવલપરને કન્વેન્શન સેન્ટર બાંધશે. હોટેલ બીડર 30 વર્ષ સુધી ઓપરેશન-મેઇન્ટેન્સ કરશે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us