/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/POCSO-Act-Case.jpg)
મૃતક હીરાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. (પ્રતિકાત્મક તસવીર)
મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 14 વર્ષની છોકરી સાથે શારિરીક સમય દરમિયાન 41 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલામાં પોલીસમાં બીએનએસ અને પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
મૃતક વ્યક્તિ ડાયમંડ કંપનીમાં મેનેજર
પોલીસે જણાવ્યું હતું કે મૃતક હીરાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તે સગીરાને ગુજરાતથી લાવ્યો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે બની હતી. મેનેજર યુવતીને શહેરના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયો હતો. અહીં શારિરીક સંબંધ બાંધતી વખતે તેની તબિયત લથડી હતી. આવી સ્થિતિમાં હોટલ સ્ટાફ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: આણંદના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નિર્માણાધિન પુલ ધરાશાયી, 1 મજૂરનું મોત, 2 સારવાર હેઠળ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ બાળકીની માતા મુંબઈ આવી ગઈ હતી. તેણે કહ્યું કે મેનેજરે તેની પુત્રીને ખોટું બોલીને ફસાવી હતી. તેને ખ્યાલ ન હતો કે તે આ ઇરાદે યુવતીને લાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના એક જિલ્લામાંથી 16 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી હતી. તેના પિતાએ કથિત રીતે તેના પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો. ઘટના અંગે પોલીસ અધિક્ષક (ગ્રામીણ) સાગર જૈને જણાવ્યું હતું કે પીડિતાની માતાનું દસ વર્ષ પહેલા અવસાન થયું હતું. પત્નીના મૃત્યુ બાદ આ વ્યક્તિએ તેની પુત્રીને હવસનો શિકાર બનાવી હતી.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જોકે તાજેતરમાં જ યુવતીએ પોતાની સાથે થઈ રહેલા અન્યાય સામે કાયદાનો સંપર્ક કર્યો હતો. તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઘન્ય ગુનાની જાણ કરી હતી. પોલીસને કરેલી ફરિયાદમાં યુવતીએ તેના પિતા દ્વારા તેની સાથે થયેલા અન્યાયનું વર્ણન કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us