ગુજરાતમાં નરબલિનો ચોંકાવનારો કિસ્સો! બાળકીનું ગળું કાપી મંદિરમાં ચઢાવ્યું લોહી

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માનવ બલિના શંકાસ્પદ કેસમાં સોમવારે એક વ્યક્તિએ પાંચ વર્ષની બાળકીનું ગળું કુહાડીથી કાપીને હત્યા કરી દીધી.

Written by Rakesh Parmar
March 10, 2025 22:00 IST
ગુજરાતમાં નરબલિનો ચોંકાવનારો કિસ્સો! બાળકીનું ગળું કાપી મંદિરમાં ચઢાવ્યું લોહી
પોલીસે હત્યારાની ધરપકડ કરી (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માનવ બલિના શંકાસ્પદ કેસમાં સોમવારે એક વ્યક્તિએ પાંચ વર્ષની બાળકીનું ગળું કુહાડીથી કાપીને હત્યા કરી દીધી. બાળકીની ક્રૂરતાથી હત્યા કર્યા પછી તેનું લોહી મંદિરના પગથિયાં પર રેડવામાં આવ્યું. પોલીસે આ જાણકારી આપી છે.

કુહાડીથી ગળા પર વાર કર્યો

સહાયક પોલીસ અધિક્ષક (ASP) ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે આદિવાસી બહુલ ઉદયપુર જિલ્લાના પાણેજ ગામમાં સવારે લાલા તડવીએ તેની માતાની હાજરીમાં છોકરીનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. પોલીસ અધિકારી અગ્રવાલે જણાવ્યું કે તડવી છોકરીને તેના ઘરે લઈ ગયો અને તેના ગળા પર કુહાડીથી હુમલો કર્યો.

મંદિરના પગથિયાં પર લોહી ચઢાવ્યું

એએસપી અગ્રવાલે જણાવ્યું હતું કે, “આરોપી પછી છોકરીના ગળામાંથી વહેતું લોહી એકઠું કર્યું અને તેમાંથી થોડું લોહી તેના ઘરના એક નાના મંદિરના પગથિયાં પર રેડ્યું, જ્યારે તેની માતા અને કેટલાક અન્ય ગ્રામજનો આ જોઈને ચોંકી ગયા પરંતુ આરોપીના હાથમાં કુહાડી હોવાથી તેઓ કંઈ કરી શક્યા નહીં.”

આ પણ વાંચો: અમૂલની ફ્રેંચાઈઝી લેવા માટે શું કરવું? જાણો કેવી રીતે કરશો અરજી

પોલીસે હત્યારાની ધરપકડ કરી

પોલીસ અધિકારી અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપી મેલી વિદ્યામાં સામેલ વ્યક્તિ હોય તેવું લાગતું નથી અને હત્યા પાછળનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સહાયક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે તડવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ