Vadodara Car Fire: ગુજરાતના વડોદરા શહેરમાં ઘરની બહાર પાર્ક કરેલી લક્ઝરી Land Rover Defender કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના કારેલીબાગ વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક લાગેલી આગ બાદ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિસ્તારમાં લોકોની ભીડ જામી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર જોરદાર કોમેન્ટો કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આજકાલ કરોડોની કિંમતની કાર પણ સુરક્ષિત નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારમાં તરત જ આગ લાગી હતી. જે થોડીવારમાં જ ગંભીર બની ગઈ હતી. આગએ આખી કારને લપેટમાં લઈ લીધી હતી. આગ અને ધુમાડો જોઈ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે પણ સ્થળ પર આવીને લોકોની પૂછપરછ કરી હતી.
આગ લાગવાનું કારણ અંકબંધ
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ શા માટે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. લેન્ડ રોવર ડિફેન્ડરને પ્રીમિયમ એસયુવી માનવામાં આવે છે, જેની કિંમત લાખો રૂપિયાથી શરૂ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની શરૂઆતી કિંમત 91.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ત્યાં જ આ કારને 2.30 કરોડ રૂપિયા સુધીના એક્સ-શોરૂમમાં ખરીદી શકાય છે. આ કાર ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.





