Video: ‘મારી પત્નીને પાઠ ભણાવજો…’, ગુજરાતમાં અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી

Botad Crime News: ગુજરાતના બોટાદ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે ફાંસો લગાવતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો.

Written by Rakesh Parmar
January 05, 2025 15:39 IST
Video: ‘મારી પત્નીને પાઠ ભણાવજો…’, ગુજરાતમાં અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી
મૃતકે ફાંસો લગાવતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. (તસવીર : સોશિયલ મીડિયા)

Botad Crime News: ગુજરાતના બોટાદ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે ફાંસો લગાવતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે તેની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો અને ન્યાયની માંગ કરી હતી. ઝામરડા ગામના રહેવાસી આ વ્યક્તિએ તેના મૃત્યુ માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે તેના કારણે તે તણાવમાં આવી ગયો હતો. તેને પાઠ ભણાવવો જોઈએ. સુરેશ ભાઈ સાથલિયાના લગ્ન નજીકના ગામ નવાગાંમની રહેવાસી જયા સાથે થયા હતા. વીડિયોમાં તે વ્યક્તિએ કહ્યું કે દરરોજ જયા તેની સાથે ઝઘડો કરીને તેના ગામ જાય છે. જ્યારે તે તેને સાસરે લેવા માટે જાય છે ત્યારે તેણીએ તેની સાથે આવવાની ના પાડી હતી. તેણીએ આવું ઘણી વખત કર્યું છે.

આ વખતે પણ તે તેના પિયરમાં ગઈ હતી અને ફોન પર કહ્યું હતું કે તે તેના સાસરે પરત નહીં આવે. વાયરલ વીડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે અને તેના માટે તેની પત્ની જવાબદાર છે. આ પછી સુરેશભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. હવે તેના પરિવારજનોએ તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. ડીએસપી નવીન આહિરના જણાવ્યા અનુસાર પોલીસ પરિવારની ફરિયાદ અને આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોના આધારે કેસની તપાસ કરી રહી છે. પોલીસે મૃતકના પિતા બાબુભાઈ સાથલિયા અને માતા રામુ બેનની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો

પરિવારજનોના જણાવ્યા મુજબ તેમનો પુત્ર તેની પત્નીને સમજાવવા સાસરે ગયો હતો. પરંતુ પત્નીએ સાસરે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ પછી તે ઘરે પાછો આવ્યો અને પોતાના રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો જેમાં તેણે પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડનું ચોપર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત

ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર 2024માં વારાણસી યુપીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પુષ્કર જયસ્વાલ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. જે બાદ તેના પરિવારજનોએ તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપો અનુસાર બધા તેને હેરાન કરતા હતા. તેના માતા-પિતા તેની પત્નીને ઉશ્કેરતા હતા. જેનાથી કંટાળીને પુત્રએ આપઘાત કરી લીધો હતો. પોલીસે અનેક લોકો સામે ગુનો નોંધ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ