Road Accident: ગુજરાતમાં દેવ દિવાળીએ બે ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોના મોત

Car Accident on Dev Diwali : આજે દેવ દિવાળીનો તહેવાર છે ત્યારે રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માત આજે વહેલી સવારે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટ નજીક ગમખ્વાર કાર અકસ્માતની ઘટના બની હતી.

Car Accident on Dev Diwali : આજે દેવ દિવાળીનો તહેવાર છે ત્યારે રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માત આજે વહેલી સવારે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટ નજીક ગમખ્વાર કાર અકસ્માતની ઘટના બની હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
accident in Gujarat, Road Accident

ગુજરાતમાં દેવ દિવાળીના દિવસે બે અકસ્માતમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. (તસવીર: Freepik)

Car Accident on Dev Diwali : આજે દેવ દિવાળીનો તહેવાર છે ત્યારે રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માત આજે વહેલી સવારે અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટ નજીક ગમખ્વાર કાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરથી સુરત જઈ રહેલા પરિવારની કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તીને ઈજા પહોંચી છે.

Advertisment

બીજો અકસ્માત અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગડાદર નજીક થયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. શ્યામળાજીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલા, બે પુરૂષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કાર નેશનલ હાઈવે પુલ પરથી લગભગ 35 ફુચ નીચે પટકાઈ હતી.

આ પણ વાંચો: Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘ડોલી ચાયવાલા’ની એન્ટ્રી, ભાજપ નેતા માટે પ્રચારમાં ઉતર્યો

ડ્રાઈવને ઝોકું આવી જતાં સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો

મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરનો પરિવાર કાર લઈને સુરત જઈ રહ્યો હતો. કાર અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર હાંસોટ નજીક પહોંચી ત્યારે કાર ડ્રાઈવને ઝોકું આવી જતાં સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમવાતા કાર રોડ પાસેના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ગુજરાત