આજનું હવામાનઃ ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ? દેશના આ વિસ્તારોમાં ચાર દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. અત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. અત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

author-image
Ankit Patel
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Today Weather, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશભરમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર ચાલુ છે. હિમાલયના રાજ્યોમાં બરફવર્ષાથી મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. અત્યારે રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જેના પગલે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. 

Advertisment

બીજી તરફ હવામાન વિભાગે આગામી 4-5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ગાઢ સવારના ધુમ્મસની ચેતવણી આપી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં શીત લહેર અને ઠંડા દિવસની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે.

ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના પગલે ગુજરાતમાં ઠંડા પવાનો સાથે કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નીચે આપેલા કોષ્ટકમાં જુઓ રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરલઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ13.4
ડીસા11.0 
ગાંધીનગર11.2
વિદ્યાનગર13.0
વડોદરા13.6
સુરત15.0
દમણ18.6
ભૂજ11.4 
નલિયા07.5
કંડલા પોર્ટ14.4
કંડલા એરપોર્ટ10.7
ભાવનગર14.8
દ્વારકા16.0 
ઓખા19.3
પોરબંદર14.0
રાજકો11.4
વેરાવળ17.6
દિવ16.0
સુરેન્દ્રનગર12.5
મહુવા14.5
કેશોદ12.1
Advertisment


રાજસ્થાનમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસ

સતત ઠંડીએ રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારો શીત લહેરની ઝપેટમાં આવી રહ્યા છે, અને રાજધાની જયપુર સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો અને ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે, આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ થવાની સંભાવના છે. વધુમાં આગામી એક કે બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે, અને રાજ્યના ઉત્તરીય ભાગોમાં ઠંડીનું મોજું ફરી શકે છે.

શ્રીનગરમાં તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે

મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી ચાલુ રહી, શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરી સુધી જમ્મુ અને કાશ્મીર પર કોઈ મોટી પશ્ચિમી વિક્ષેપની અસર થવાની ધારણા નથી.

એટલે કે ઓછામાં ઓછા 20 જાન્યુઆરી સુધી ભારે હિમવર્ષા થવાની શક્યતા નથી. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગ શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામ શૂન્યથી છ ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું.

દેશના આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

તામિલનાડુમાં 8 અને 9 જાન્યુઆરીએ વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. વધુમાં, તમિલનાડુ, કેરળ અને માહેમાં 9 અને 10 જાન્યુઆરીએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ- સુરત : પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો, આવી રીતે 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને દબોચ્યો

પર્વતો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર પ્રદેશના લોકો ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં, સ્થાનિક હવામાન કેન્દ્રે 7 જાન્યુઆરીએ ઊંચા પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી છે. 

કોલ્ડ વેવ શિયાળો વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ