AAP નેતા ગોપાલ ઇટાલિયાની સુરતમાં ગુજરાત BJPના પ્રમુખ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ, કેજરીવાલે કરી નિંદા

Gopal Italia arrested : ગુજરાત આપ (Gujarat AAP) ના નેતા ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ધરપકડ કરી છે. 2022માં ભાજપ (BJP) ના નેતા સી આર પાટીલ (CR Patil) વિરુદ્ધ કરેલી ટીપ્પણી કેસમાં થઈ ધરપકડ. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ટ્વીટ કરી ભાજપ પર કર્યા પ્રહાર.

Written by Kiran Mehta
April 17, 2023 19:12 IST
AAP નેતા ગોપાલ ઇટાલિયાની સુરતમાં ગુજરાત BJPના પ્રમુખ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ, કેજરીવાલે કરી નિંદા
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા (તસવીર - ગોપાલ ઇટાલિયા ટ્વિટર)

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયાની ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફોજદારી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ પર પ્રતિક્રિયા આપતા, AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપનો હેતુ “આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાનો” છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની સુરત વિંગ દ્વારા થોડા દિવસો પહેલા ઈટાલિયાને નોટિસ આપવામાં આવી હતી અને સોમવારે બપોરે ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ અને અને પક્ષના નેતાઓ અને કાર્યકરોને જાણ કર્યા પછી એકલા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે ગયા હતા. ડિસેમ્બર 2022 માં નોંધાયેલા કેસમાં તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા અધિકારીઓએ તેમનું નિવેદન લીધું હતું.

જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચના ટોચના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “અમે હાલમાં એક પેન્ડિંગ કેસમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે અને તેની સત્તાવાર રીતે ધરપકડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.”

આ પણ વાંચોગુજરાતમાં કતલખાના: … અને વિવાદનું હાડકું, માંસ વેપારીઓ કન્ફ્યુઝ

તરત જ AAPના વડા કેજરીવાલે ટ્વિટર પર કહ્યું હતું કે, “ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનથી એટલી નારાજ છે કે, તેણે હવે અમારા ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. હવે ભાજપનો એક જ ઉદ્દેશ્ય છે કે, આમ આદમી પાર્ટીને કેવી રીતે ખતમ કરવી. આ લોકો એક પછી એક બધાને જેલમાં નાખશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ