scorecardresearch

“AAP ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી પરંતુ વિપક્ષમાં પાર્ટી… અહીં કોંગ્રેસની ક્યારે વોટ બેન્ક રહી નથી” : ઇસુદાન ગઢવી

AAP leader Isudan Gadhvi interview: ધ ઇન્ડિયન એક્સપ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને પૂર્વ ટીવી પત્રકાર 40 વર્ષીય ઇસુદાન ગઢવી સાથે ખાસ વાતચીત કરી હતી.

“AAP ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી પરંતુ વિપક્ષમાં પાર્ટી… અહીં કોંગ્રેસની ક્યારે વોટ બેન્ક રહી નથી” : ઇસુદાન ગઢવી
ઈશુદાન ગઢવી ફાઈલ તસવીર

રાશિ મિશ્રાઃ ગુજરાતમાં આગામી સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં તમામ પક્ષ પોતાની રીતે ચૂંટણી લડવાના મૂડમાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અત્યારે દિલ્હીના નેતાઓના આંટાફેરા પણ વધી ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત નક્કી કરવા માટેના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને પૂર્વ ટીવી પત્રકાર 40 વર્ષીય ઇસુદાન ગઢવી સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે વાસ્તવિક મુદ્દાઓથી લોકોને ભટકાવવાના ભાજપના પ્રયત્નો, કોંગ્રેસનું પતન અને ખેડાની યુવકોને માર મારવાની ઘટના અંગે વાત કરી હતી.

આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધાર્મિક આયોજનોમાં મહિલાઓના સામેલ થવા સંબંધે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભાજપે હુમલો કર્યો

ગઢવીઃ વીડિયો મુદ્દો નથી. તે જૂનો વીડિયો ખોદવા માંગે છે. મોંઘવારીની સમસ્યાનું સમાધાન કરવા માંગતા નથી… આના બદલે કહે છે કે ઈટાલિયાનો વીડિયો જુઓ અને અમને વોટ આપો. જો વીડિયો જ મુદ્દો હોત તો અનેક લોકોએ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, હાર્દિક પટેલે અનેક વખત ગાળો આપી… એટલું જ નહીં (ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ) ગોરધન ઝડફિયાએ પણ.. તેઓ ઈટાલિયાને હેરાન કરી રહ્યા છે કારણ કે તે પાટીદાર છે. પાટીદાર આંદોલનને જોતા તેમને પાટીદારો સાથે નફરત છે. ઈટાલિયા કોઈ બૂટલેગર નથી અને તે કોઈ ભ્રષ્ટાચારમાં પણ સામેલ ન્હોતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં સાંભળ્યું છે કે બીજેપીએ હાર્દિક પટેલ ઉપર સીડી પણ બનાવી છે પરંતુ લોકોને કંઈ ફરક નથી પડતો. તેમણે બધાને ખરીદી લીધા છે. હાર્દિક પટેલ, ગોરધન ઝડફિયાને ચુપ કરી દીધા છે. માત્ર ઇટાલિયા જ ભાજપ સામે લડી રહ્યા છે અને સમસ્ત પાટીદાર સમાજ તેમની સાથે છે. હાર્દિક પટેલે ભાજપનો ભગવો ધારણ કરી લીધો એટલે લોકોએ તેમનું સમર્થન કરવાનું બંધ કરી દીધું છે. ભાજપની દરેક હરકતથી ગુજરાતના લોકો નારાજ છે. મેં સાંભળ્યું છે કે જ્યારે ઇટાલિયા રાષટ્રીય મહિલા આયોગમાં જાય છે (એક વીડિયોના આધારે તેમની સામે ફરિયાદ કરવાના કારણે) ત્યારે પટેલ સમુદાય તેમના સમર્થનમાં રેલીઓ કાઢળે.

પાર્ટી આદિવાસી જિલ્લાઓ ઉપર ફોકસ કરી રહી છે આપે આ વિસ્તારમાં કયા મુદ્દાઓની ઓળખ કરી છે?

ગઢવીઃ અમે અહીં વ્યવસાય લક્ષી રાજનીતિ માટે, વૃદ્ધો, બેરોજગાર યુવાનો, ગરીબો, ખેડૂતો, આદિવાસીઓ માટે છીએ. સત્તામાં આવ્યા બાદ અમે પંચાયત વિસ્તારોમાં અનુસૂચિત વિસ્તારોમાં (પેસા) અધિનિયમ લાગુ કરીશું. ગ્રામ સભાઓને સશક્ત બનાવીશું. જળ, જમીન, જંગલના આદિવાસીઓના મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે. અમે સારી સ્કૂલ અને મોહલ્લા ક્લિનિક બનાવીશું.

આ પણ વાંચોઃ- ગુજરાત ગૌરવ યાત્રા : ‘વિકાસની યાત્રામાં અડચણ કોંગ્રેસ આજે અટકી-લટકી અને ભટકી ગઈ’

આદિવાસી સલાહકાર સમિતિમાં અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે જે બિનઆદિવાસી હોય છે. જે આદિવાસીના મુદ્દાઓનું કેવી રીતે નિરાકરણ લાવી શકે? એક આદિવાસી વિકાસ કેમ નથી કરી શકતો? કારણ કે સારી સ્કૂલ નથી. આવા વિદ્યાર્થીઓ અમદાવાદ જેવા શહેરોમં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો મુકાબલો શકતા નથી. તેઓ અનામતનો લાભ ઉઠાવવાની યોગ્યતા સુધી પણ પહોંચી શકતા નથી. અમે પહેલા આ પાયાની વસ્તુઓ ઉપર કામ કરીશું. પછી જટીલ મુદ્દાઓ ઉપર.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કેમ ટૂટ્યું?

ગઢવીઃ તેઓએ અમારી સાથે સંબંધ તોડી નાંખ્યો. તેમને અમારી સાથે કોઈ લેવા દેવા ન્હોતું. અનેક સારા બીટીપી નેતા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા લાગ્યા છે.

શું ભવિષ્યમાં તેમની સાથે ગઠબંધન થઈ શકે છે?

ગઢવીઃ આ.. અમે તેમની સાથે હજી બ્રેકઅપ કર્યું નથી.

ગુજરાતના શહેરોમાં આપના નેતા અરવિંદ કેજરીવાલને “હિન્દુ વિરોધી”ના રૂપ રજૂ કરનારા પોસ્ટર સામે આવ્યા છે. શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં લડવા માટે વિશેષ પડકારો છે?

ગઢવીઃ લોકો આ બધાથી કંટાળી ગયા છે. તેમણે એટલા ઝડપી પોસ્ટ લગાવી દીધા પરંતુ તેમને મહામારી, પેપર લીક, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે આ પ્રકારે જ કામ કરવું જોઈએ. ભાજપ જે પણ કંઈ કરી રહી છે તેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તેની ઉંધી અસર પડી રહી છે. કેજરીવાલે આ શબ્દ (પોસ્ટર્સ પર) ક્યારે કહ્યા નથી. તેઓ કેજરીવાલના નામ ઉપર દેવતાઓને નીચા દેખાડી રહ્યા છે. આ રાક્ષસ વૃત્તિ છે. રાવણ પણ આવું જ કરતો હતો, કંસ પણ આવું જ કરતો હતો અને હવે બીજેપી પણ આવું જ કરી રહી છે. (આ તેમની રાક્ષસી પ્રવૃત્તિ દેખાડે છે. રાવણ, કંસ અને હવે ભાજપ)

શું આપ પણ અયોધ્યામાં તીર્થયાત્રીઓને લઈ જવા જેવા વાયદાઓની સાથે ધર્મકાર્ડ નથી રમી રહી છે? કેજરીવાલ પોતાની તુલના કંસ સામે લડનાર ભગવાન કૃષ્ણથી કરી રહ્યા છે?

ગઢવીઃ દરેક બાળક ઈચ્છે છે કે તેમના માતા-પિતા તીર્થયાત્રા ઉપર જઈ શકે. પરંતુ કેટલાક લોકો આર્થિક રીતે સમક્ષમ નથી હોતા. એટલા માટે જ અયોધ્યા મંદિરનું નિર્માણ થશે અને આપ ગુજરાતમાં સરકાર બનાવશે ત્યારે અયોધ્યાને જોવા માટે ઈચ્છા ધરાવતા કોઈપણ વરિષ્ઠ નાગરિક માટે વ્યવસ્થા કરાશે.

આ પણ વાંચોઃ- ભગવંત માન સરકારે પાકિસ્તાન સાથે બિઝનેસ શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો, બીજેપી-કોંગ્રેસે કર્યો પ્રહાર

નર્મદા બંધ સામે આંદોલનનું નેતૃત્વ કરનાર મેઘા પાટકરને ટિકિટ આપવા પર ભાજપના નેતા આમ આદમી પાર્ટી ઉપર નિશાન સાધી રહ્યા છે. શું તમને લાગે છે કે આનાથી ઉંધી અસર થશે?

ગઢવીઃ 2016માં બાજપ (કાશ્મીરમાં પીડીપી નેતા) મુક્તી સઈદની સાથે હતી, એક આતંકવાદીની સાથે. અમને નથી ખબર કે મેઘા પાટકર કોણ છે… અમારી પાર્ટીમાં કોઈ મેઘા પાટકર નથી. જો તેઓ અમારી પાર્ટીમાં નથી તો અમે તેમના ઉપર ટિપ્પણી કેમ કરીએ? જો કોઈ ગુજરાત વિરોધી છે તો (ભાજપ રાજ્ય પ્રમુખ) સી આર પાટિલને પણ હટાવી દેવા જોઈએ. મને ખબર નથી કે એ સમયે શું થયું હતું.

પક્ષે લિંચિંગ સહિતની તાજેતરની સાંપ્રદાયિક ઘટનાઓ પર કે પછી બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવા પર ટિપ્પણી કરવાનું કેમ ટાળ્યું છે?

ગઢવીઃ ગુજરાતના લોકોને શું આપી શકાય છે એ અંગે ધ્યાન આપવું જોઈએ. સારી કાયદા વ્યવસ્થા, વીજળી, સારું શિક્ષણ.. વગેરે.. નરેન્દ્ર મોદીના ગયા પછી.. ભાજપમાં કોઈ પણ ચાલવાાં સક્ષમ નથી.

Web Title: Aap leader isudan gadhvi interview gujarat assembly election bjp

Best of Express