જો સત્તામાં આવશું તો દરેક ગુજરાતી પરિવારને 30 હજાર મળશે, લોકોએ કહ્યું – આ થોડુ વધારે થઈ ગયું

Aap raghav chadha claim : આપ નેતા રાઘવજી ચડ્ઢાનો દાવો - જો સત્તામાં આવીશું તો દરેક ગુજરાતી પરિવાર (Gujarati family) ને 30 હજાર (30 thousand) નો ફાયદો થશે, લોકોએ મજાક ઉડાવી કહ્યું, આ થોડુ વધારે થઈ ગયું

Written by Kiran Mehta
Updated : November 25, 2022 13:26 IST
જો સત્તામાં આવશું તો દરેક ગુજરાતી પરિવારને 30 હજાર મળશે, લોકોએ કહ્યું – આ થોડુ વધારે થઈ ગયું
આપ નેતા રાઘવ ચડ્ઢા

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા અનેક મોટા વચનો આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાનો લાભ મળશે.

રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, એક તરફ રાજ્યમાં ડબલ એન્જિન મોંઘવારી છે, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ જી દ્વારા દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયાની ભેટ તૈયાર છે. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તો દર મહિને પરિવાર દીઠ ત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થશે.

ગુજરાત ચૂંટણી: દર મહિને 30 હજાર રૂપિયાનો ફાયદો કેવી રીતે થશે

30,000 રૂપિયાનો લાભ મેળવવા વિશે જણાવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, 1 માર્ચ, 2023થી ગુજરાતમાં દરેક પરિવાર માટે વીજળી મફત હશે. આનાથી તમને મહિને 4,000 રૂપિયાની બચત થશે. બીજી તરફ પરિવારમાં બે બાળકો હશે તો તેઓને વિશ્વકક્ષાની સરકારી શાળાઓમાં શિક્ષણ મળશે. ખાનગી શાળાઓ કરતા સારૂ શિક્ષણ બિલકુલ મફત અપાશે, સારું વાતાવરણ અપાશે. આ સાથે લગભગ દરેક પરિવારના 10,000 રૂપિયાની બચત થશે.

રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેકને દવા, દવા મફતમાં મળશે અને સારવાર અને ઓપરેશન મફતમાં થશે. ગુજરાતનો દરેક પરિવાર મફતમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ પર સાત હજાર રૂપિયાની બચત કરશે. AAP સાંસદે કહ્યું કે, જ્યાં સુધી ગુજરાત (ગુજરાત) ના બેરોજગાર યુવાનોને નોકરી નહીં મળે ત્યાં સુધી દર મહિને 3,000 રૂપિયા બેરોજગારી ભથ્થા તરીકે આપવામાં આવશે.

તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર ગુજરાતની મહિલાઓને આર્થિક મદદ માટે દરેક મહિલા (18 વર્ષથી વધુ)ને એક હજાર રૂપિયા આપશે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આવા ખર્ચાઓ ઉમેરીને કેજરીવાલ સરકાર દરેક ગુજરાતી પરિવારને દર મહિને 30,000 રૂપિયા આપવાનું કામ કરશે.

આ પણ વાંચોમાણસાના ભાજપા ઉમેદવાર જયંતિ પટેલ એક સમયે મજૂરી કરતા, નસીબ પલટાયું, અત્યારે 661 કરોડના માલિક

સોશિયલ મીડિયા પર આવી આપી યુજર્સે પ્રતિક્રિયાઓ

રાઘવ ચઢ્ઢાની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ રહેમાન નામના યુઝરે લખ્યું, “બહુ વધારે થઈ ગયું, ચડ્ડા જી… મને લાગે છે કે AAP આ સમયે શ્રેષ્ઠ રાજકીય પક્ષ છે… પરંતુ આ કેવી રીતે શક્ય છે? આને લઈ કન્ફ્યુઝ થઈ ગયો” અન્ય એક યુઝરે લખ્યું, “દરેક પરિવારે દર મહિને 30,000 રૂપિયા પણ ચૂકવવા પડશે? પાર્ટી કાર્યાલયના મુખ્ય કાર્યકરને પણ આ વાતની ખબર નથી. બીજાએ લખ્યું કે, હું ભાજપને સમર્થન આપું છું, તો શું મારા પરિવારને પણ મળશે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ