ચૂંટણી પહેલા આપ પાર્ટીએ શા માટે ઉમેદવારોને સોમનાથ મોકલ્યા?

AP party send candidate to Somnath : સુત્રોએ જણાવ્યુ કે, સુરતના ઉમેદવાર કંચન જરીવાલા (kanchan jariwala) સાંજે એકાએક ગાયબ થઈ ગયા બાદ બીજા દિવસે અચાનક બહાર આવ્યા અને ચૂંટણીમાંથી (Gujarat elections) ઉમેદવારી પાછી ખેંચી લેવાની ઘટના બાદ આપ પાર્ટી (AAP party) અંદરખાને ડરી ગઇ

Written by Ajay Saroya
Updated : November 22, 2022 19:20 IST
ચૂંટણી પહેલા આપ પાર્ટીએ શા માટે ઉમેદવારોને સોમનાથ મોકલ્યા?

રાશિ મિશ્રા : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યો છે. આ વખતે શાસક પક્ષ ભાજપે આપ પાર્ટીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. જો કે આપ પાર્ટીના ઉમેદવારોના સિક્રેટ સોમનાથ મંદિર પ્રવાસથી તર્કવિતર્ક સર્જાયા છે. રાજ્યમાં મતદાનના બીજા અને અંતિમ દિવસ માટે નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસની પહેલા પાર્ટીએ મતદાનના બીજા તબક્કાના તેના તમામ 93 ઉમેદવારોને સોમનાથ મંદિરે ‘દર્શન’ કરવા માટે મોકલ્યા હોવાનું મનાય છે.

આમ આદમી પાર્ટી એવું દર્શાવી રહી છે, પક્ષના ઉમેદવારો સોમનાથ મંદિરમાં “દર્શન” માટે ગયા હતા. જો કે સુત્રોનું કંઇક અલગ જ કહેવુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી તેના સુરત (પૂર્વ) ઉમેદવાર કંચન જરીવાલા એક દિવસની સાંજે એકાએક ગાયબ થઈ ગયા પછી બીજા દિવસે અચાનક બહાર આવ્યા અને ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધું હતી. આપ પાર્ટીએ એવો દાવો કર્યો કે ભાજપે કંચન જરીવાલાનું અપહરણ કર્યુ હતુ અને ચૂંટણીમાંથી નામ પાછું ખેંચવા બળજબરી કરી હતી.

સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ આપ પાર્ટીના ઉમેદવારો સોમવારે ચૂંટણી મેદાનમાં પરત આવી પહોંચ્યા હતા.

અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારના આપ પાર્ટીના ઉમેદવાર ઓમ પ્રકાશ તિવારીએ જણાવ્યું હતું કે તેઓ વેરાવળ, સોમનાથમાં પાર્ટીની બેઠક માટે ગયા હતા. “અમે ત્યાં હતા, તેથી અમે નજીકના સોમનાથ મંદિરમાં દર્શન કર્યા. હું રવિવારે પાછો આવ્યો, કેટલાક સોમવારે પાછા આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના દબાણ હેઠળ કેટલાક ઉમેદવારો ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવા માટે તેમની આવી રહ્યા હોવાની આમ આદમી પાર્ટી પાસે માહિતી હતી. પાર્ટીના એક સૂત્રએ ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “એકવાર નોમિનેશન પાછું ખેંચવાની તારીખ પસાર થઈ ગયા પછી, જે ઉમેદવારોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેઓને પરત લાવવામાં આવ્યા છે.”

ઝગડીયા બેઠક પર પિતા-પુત્ર આમને સામને

પક્ષના અન્ય એક ઉમેદવારોએ કહ્યું કે તેઓ ક્યારેય સોમનાથ ગયા નથી. બનાસકાંઠા જિલ્લાના ડીસાથી આપ પાર્ટીના ઉમેદવાર રમેશ પટેલે જણાવ્યું હતું કે તેઓને સોમનાથના આવા ધાર્મિક પ્રવાસ વિશેની કોઇ માહિતી નથી હતી તેઓ છેલ્લા બે-ત્રણ દિવસથી તેમના મતવિસ્તારમાં જ હતા.

આ પણ વાંચોઃ AAP એ ઉમેદવારોને ગુપ્ત સ્થળે છૂપાવ્યા, પરિણામ પહેલા Poaching નો ડર

તો આપ પાર્ટીના યુવા પાંખના ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ પણ પક્ષ દ્વારા ઉમેદવારોને એક સ્થળે એકઠાં કરવામાં આવ્યા હોવાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે એવું જણાવ્યુ કે, “એવું કંઈ નથી. તેઓ અત્યારે અહીં (સોમનાથ) નથી, બધા તેમના મતવિસ્તારોમાં જ છે.

વડોદરાની માંજલપુર અને અમદાવાદના એલિસબ્રિજ બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર સોમનાથ ગયા હોવાનું માનવામાં આવે છે, જો કે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ