સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ એક મોટી દુર્ઘટના બની છે. મેળા સ્થળે ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન ચકડોળ તૂટી પડી. આ દુર્ઘટનામાં બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. હાલમાં ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યાં છે.
તમને જણાવી દઈએ કે, સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુંવારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ પહેલા જ આજે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં ચકડોળ ફિટિંગની કામગીરી દરમિયાન ચકડોળ તૂટી પડી છે જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, બે લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. જોકે મેળા દરમિયાન આવી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે.
સ્થાનિક લોકો અનુસાર આ દુર્ઘટના મેળો શરૂ થાય તે પહેલા જ બની છે જો મેળો શરૂ થઈ ગયો હોત અને આ ચકડોળ તૂટી હોત તો મોટી જાનહાનિ થઈ શક્તી હતી.
આ પણ વાંચો: મોન્થા ચક્રવાતની અસર; આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત
ઉલ્લેખનિય છે કે, આગામી 3 નવેમ્બરથી શરૂ થનારા આ 7 દિવસીય મેળાની તૈયારીઓના ભાગરૂપે ચકડોળ ફિટિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આ ઘટના બની છે. જેથી સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.





