અયોધ્યાના ફિરોઝાબાદ જિલ્લામાં અમદાવાદથી અયોધ્યા શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા લઈ જઈ રહેલી લગ્જરી બસનો અકસ્માત થયો છે. લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પરથી વૃંદાવન જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ આજે સવારે રસ્તા પર ઉભેલા ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે તેમા સવાર ત્રણ તીર્થયાત્રીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, હોસ્પિટલમં અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના વિશે જાણકારી આપતા પોલીસ અધીક્ષક ગ્રામીણ અખિલેશ ભદૌરીયાએ જણાવ્યું છે કે, ગુજરાતના અમદાવાદથી ઉત્તર પ્રદેશની તીર્થયાત્રા પર નિકળેલા શ્રદ્ધાળુઓની એક બસ શુક્રવારે સવારે એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાનો શિકાર બની છે. આ બસ રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર આઠ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: સિક્કિમની યુવતીને મોત ખેંચીને ગુજરાત લાવ્યું, નોકરીનો પ્રથમ દિવસ બન્યો જિંદગીનો છેલ્લો દિવસ
તેમણે વધુમા કહ્યું કે, ગુજરાતના લગભગ 40 તીર્થયાત્રીઓ બસમાં સવાર હતા અને અયોધ્યાથી વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના આજે સવારે છ વાગે બની હતી. જેના પછી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મૃતકોની ઓળખ થઈ
પોલીસ અધીક્ષક (એસપી) ગ્રામીણે જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાંથી રાધાબેન (ઉં.વ. 60), ઈશા પટેલ (બે વર્ષ) અને યુગ (13 વર્ષ)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યાં જ અન્ય પાંચ ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.





