/indian-express-gujarati/media/media_files/2026/01/06/surat-crime-branch-2026-01-06-20-34-07.jpg)
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. Photograph: (સોશિયલ મીડિયા)
સુરતમાં 17 વર્ષની પાટીદાર યુવતીના અપહરણના 38 બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની પાટીદાર યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. અપહરણની ફરિયાદ નોંધાવવા છતાં 35 દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ના હતો. આનાથી ગુસ્સે ભરાયેલા પાટીદાર સમાજના સભ્યો તેમના પરિવારો સાથે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે સ્ટેશનનો ઘેરાવ કર્યો અને છોકરીને વહેલી તકે પરત લાવવાની વિનંતી કરી. લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે કેસ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
આરોપીની ત્રીજા દિવસે બોટાદમાં ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની તપાસ શરૂ કરતાં જ તપાસમાં વેગ આવ્યો અને ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવીને તેમને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં મોકલી દીધી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપી અરવિંદ પંચાસરાને બોટાદના માંડવી ગામની એક સગીર છોકરી સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસે તેમની પાસેથી એક બોલેરો વાહન પણ જપ્ત કર્યું હતું.
પરિણીત આરોપી બે બાળકોનો પિતા
આરોપી અરવિંદની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. તેણે તેની હાલની પત્ની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. પરિણીત અને બે બાળકોનો પિતા હોવા છતાં તેણે સગીર છોકરીનું અપહરણ કર્યું હતું.
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી માટે સરઘસ કાઢ્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ આજે આરોપીને તે જ વિસ્તારમાં લઈ ગઈ અને તેનું સરઘસ કાઢ્યું હતું. પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસની કાર્યવાહીથી ખુશ થઈને લોકોએ "પોલીસ ઝિંદાબાદ" ના નારા પણ લગાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us