ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની જેણે આખા રાજ્યને હચમચાવી નાંખ્યું. અહીં એક વ્યક્તિએ 5 વર્ષની બાળકીનું માથું કુલાડીથી કાપી નાંખ્યું અને કહેવમાં આવે છે કે, આ હત્યા બાદ તેણે બાળકીનું લોહી મંદિરના પગથિયા પર ચઢાવ્યું હતં. માનવ બલિના શંકાસ્પદ કેસમાં સોમવારે એક વ્યક્તિએ પાંચ વર્ષની બાળકીનું ગળું કુહાડીથી કાપીને હત્યા કરી દીધી. બાળકીની ક્રૂરતાથી હત્યા કર્યા પછી તેનું લોહી મંદિરના પગથિયાં પર રેડવામાં આવ્યું. જોકે પોલીસે આ મામસે હત્યારાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરતા આરોપીએ હત્યા પાછળનું કારણ જણાવ્યું છે.
કુહાડીથી ગળા પર વાર કર્યો
સહાયક પોલીસ અધિક્ષક (ASP) ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે આદિવાસી બહુલ ઉદયપુર જિલ્લાના પાણેજ ગામમાં સવારે લાલા તડવીએ તેની માતાની હાજરીમાં છોકરીનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. પોલીસ અધિકારી અગ્રવાલે જણાવ્યું કે તડવી છોકરીને તેના ઘરે લઈ ગયો અને તેના ગળા પર કુહાડીથી હુમલો કર્યો. પોલીસ અધિકારી અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપી મેલી વિદ્યામાં સામેલ વ્યક્તિ હોય તેવું લાગતું નથી અને હત્યા પાછળનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીએ આપ્યા ગોળ-ગોળ જવાબ
છોટા ઉદેપુરના પાણેજ ગામમાં બાળકીની બલિના સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઈનકાર કર્યો છે. આરોપીએ પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપ્યાં છે. પહેલાં આરોપીએ કહ્યું કે, બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા તેની દીકરીને મારી નાંખી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો તેની બંને બહેન જીવિત છે. જોકે બાદમાં આરોપીએ એવું જણાવ્યું કે, મૃતક બાળકીની માતા સાથે તેનો ઝઘડો થયો હતો જે બાદ તેણે બાળકી પર રોષ રાખી તેની હત્યા કરી નાંખી.
આ પણ વાંચો: ગોંડલમાં યુવકના મોત મામલો નવો વળાંક, મૃતકના પિતાએ કહ્યું- અકસ્માતની વાત ગળે ઉતરે તેમ નથી
મંદિરના પગથિયાં પર લોહી ચઢાવ્યું
બાળકની હત્યા મામલે ગામમાં એવી ચર્ચા હતી કે, “આરોપી પછી છોકરીના ગળામાંથી વહેતું લોહી એકઠું કર્યું અને તેમાંથી થોડું લોહી તેના ઘરના એક નાના મંદિરના પગથિયાં પર રેડ્યું, જ્યારે તેની માતા અને કેટલાક અન્ય ગ્રામજનો આ જોઈને ચોંકી ગયા પરંતુ આરોપીના હાથમાં કુહાડી હોવાથી તેઓ કંઈ કરી શક્યા નહીં.”





