ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં, હવે બદલાઈ જશે હોસ્પિટલોના નિયમ

Khyati Hospital Scam: સરકારી સહાયતા મેળવવા માટે ડોક્ટરો, ખાસ કરીને પ્રતિષ્ઠિત હોસ્પિટલો દ્વારા આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

Written by Rakesh Parmar
November 14, 2024 16:25 IST
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં, હવે બદલાઈ જશે હોસ્પિટલોના નિયમ
ખ્યાતિ હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

Khyaati Hospital Incident: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈ બીમારી ન હોવા છતા ખોટી રિપોર્ટ આપવા અને તેમનું ખોટી રીતે ઓપરેશન કરવાનો મામલો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલે ખોટી રીતે દર્દીઓની એંજિયોપ્લાસ્ટી કરી દીધી, જ્યારે તમને તેની જરૂરીયાત પણ ન હતી.

આ ખુલાસો થયા હાદ હંગામો મચી ગયો છે કે સરકારી સહાયતા મેળવવા માટે ડોક્ટરો, ખાસ કરીને પ્રતિષ્ઠિત હોસ્પિટલો દ્વારા આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

ખ્યાતિ હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે રાજ્યના તમામ હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન મેંડેટરી કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટેબ્લિશમેંટ એક્ટ 2024 અંતર્ગત 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન મેંડેટરી છે. 12 માર્ચ 2025 સુધીમાં મળેલી અરજીના આધારે હોસ્પિટલોની તપાસ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતમાં હાલમાં આવા કેટના નામી હોસ્પિટલો છે તેની પણ તપાસ કરવામાં આવશે. જેમાં નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે. વડોદરામાં પણ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડની આશંકા છે. અંજના હોસ્પિટલમાં તેવા લોકોને ઓક્સિજનના માસ્ક લગાવવામાં આવ્યા, જેમને તેની જરૂરિયાત ન હતી. દર્દીની તસવીરો પણ આયુષ્માન કાર્ડની સાઈટ પર પણ અપલોડ કરાઈ હતી.

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ મોટો નિર્ણય

  • રાજ્યની તમામ હોસ્પિટલોમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાશે.
  • ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલોની તપાસ કરાશે.
  • ક્લિનિકલ એસ્ટેબ્લિશમેંટ એક્ટ 2024 અંતર્ગત રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
  • 12 માર્ચ 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • 12 માર્ચ 2025 સુધીમાં પ્રાપ્ત આવેદનોના આધારે હોસ્પિટલોની તપાસ કરાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ