/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Happy-Birthday-Ahmedabad.jpg)
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. (તસવીર: સોશિયલ મીડિયા/Canva)
Happy Birthday Ahmedabad: 26મી ફેબ્રુઆરીએ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો 614મો જન્મદિવસ છે. અમદાવાદ ભારતનું પહેલું શહેર છે જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. ત્યારે અમદાવાદના જન્મ દિવસે જ માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે.
વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ અમદાવાદ, ઇતિહાસ, પરંપરા અને આધુનિકતાનો સંગમ છે. જો આ શહેરમાં સદીઓ જૂની મસ્જિદોનું સ્થાપત્ય જોવા જેવું હોય, તો સાબરમતી નદી પર બનેલો નવો અટલ બ્રિજ તેનું નવું સ્થળ અને સેલ્ફી પોઈન્ટ છે. અમદાવાદ શહેર બે શહેરોમાં વહેંચાયેલું છે. આ વિભાજન સાબરમતી નદીને કારણે છે. આ નદી શહેરને બે ભાગમાં વહેંચે છે.
સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જુના શહેરના વિસ્તારમાં ફરશે
અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરમાં સવારે 7:00 વાગ્યે માતાજીની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. આ નગરયાત્રા ભદ્ર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Ahmedabad-History.jpg)
આ રોડ-રસ્તા અને બજારો બંધ રહેશે
માતા ભદ્રાળીની નગરયાત્રા દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકાશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેક ચોક સોની બજાર સહિતના બજારો ગતરોજ બપોર સુધી બંધ રહેશે.
નગરદેવી માતા ભદ્રકાળીની યાત્રા માટે પોલીસ કમિશનર દ્વારા માત્ર 20 જ વાહનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રથ, છોટા હાથી અને ખુલ્લી જીપનો સમાવેશ થાય છે. છોટા હાથીમાં જ ભજન મંડળીઓ રાખવામાં આવશે.
જૂના અમદાવાદને દિવાલવાળા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં 10 કિલોમીટર લાંબી દિવાલ હતી. એવું કહેવાય છે કે ભૂતકાળમાં આ દિવાલ શહેરનું રક્ષણ કરતી હતી. તેના પર થાંભલા લગાવેલા હતા. જેમાં ચોક્કસ સમુદાયના ઘરો અને તેમના વિસ્તારોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ દિવાલમાં 12 દરવાજા હતા. કેટલાક દરવાજા આજે પણ ત્યાં છે. આમાં દિલ્હી દરવાજો અને લાલ દરવાજા મુખ્ય છે.
આ પણ વાંચો: અમદાવાદ – હેરિટેજ શહેર થી લઇ મેગા સિટી, જોવાલાયક પ્રખ્યાત સ્થળો
અહેમદ શાહે નામ બદલ્યું
અમદાવાદ પહેલા કર્ણાવતી તરીકે જાણીતું હતું અને 1411માં મુઝફ્ફર રાજવંશના સુલતાન અહેમદ શાહે રાજા કર્ણદેવ પહેલા પાસેથી જીતી લીધા પછી તેનું નામ બદલીને રાખ્યું હતું. અહીંની ઘણી મસ્જિદો તે સમયગાળાની સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. મહાગુજરાત ચળવળ પછી જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત બોમ્બે રાજ્યથી અલગ થયા ત્યારે અમદાવાદ 1960 થી 1970 સુધી ગુજરાતની રાજધાની રહ્યું. આ પછી નવા શહેરની રચના અને વસાહત કરવામાં આવી અને તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આજે પણ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદ રાજ્યનું નાણાકીય કેન્દ્ર માનવામાં આવે છે.
અમદાવાદ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંના એક તરીકે વિકસ્યું છે. ગાંધીજીની ભૂમિ આધુનિક અને મધ્યયુગીન યુગના એકસાથે વિકાસનું એક અગ્રણી ઉદાહરણ છે. અમદાવાદ એક સ્ટાર્ટઅપ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. આ શહેર BRTS, મેટ્રો અને સ્થાનિક બસ સેવાઓ જેવા જાહેર પરિવહન માટે પણ જાણીતું છે. અમદાવાદનું ભોજન અને તેની સંસ્કૃતિ સાથેનું જોડાણ તેને એક અલગ ઓળખ આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us