અમદાવાદ ચકચારી MBA વિદ્યાર્થીની હત્યાનો કેસ ઉકેલાયો, હત્યારો પોલીસ કર્મચારી નિકળ્યો

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાઉથ બોપલમાં માયકાના સ્ટુડન્ટની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો છે. આ હત્યારો બીજુ કોઈ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પઢેરીયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાઉથ બોપલમાં માયકાના સ્ટુડન્ટની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો છે. આ હત્યારો બીજુ કોઈ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પઢેરીયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad MBA Student Murder case, Ahmedabad Police

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી આરોપીની ધરપકડ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad MBA Student Murder case: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બેદરકારીથી કાર હંકાવનાર સાથે ઘર્ષણ બાદ કાર ડ્રાઈવરે એમબીએનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ હત્યારો કાર ડ્રાઈવર ફરાર હતો અને પોલીસ તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે આરોપીની ભાળ ન મળતા પોલીસે તેનો સ્કેચ પણ જારી કર્યો હતો. જોકે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એમબીએના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી છે.

Advertisment

હેડ કોન્સ્ટેબલે કરી વિદ્યાર્થીની હત્યા

રવિવારની રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ મુદ્રા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનના બે વિદ્યાર્થી એક બેકરી પરથી કેક ખરીદીને મોટરસાઈકલથી પોતાના હોસ્ટેલ પરત ફરી રહ્યા હતા, ત્યારે જ રસ્તામાં કારચાલક સાથે તેમને ઘર્ષણ થયું હતું. જે બાદ કારચાલકે એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રિયાંસુને છરી મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાઉથ બોપલમાં માયકાના સ્ટુડન્ટની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો છે. આ હત્યારો બીજુ કોઈ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પઢેરીયા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 9 શ્રદ્ધાળુંઓના હૃદય થંભી ગયા, ડોક્ટરે આપી લોકોને ખાસ સલાહ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાંથી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેનો ભાઈ મહાવીર સિંહ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો તેની થોડા દિવસ પહેલા જ બદલી થઈ છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, બેકરીથી પરત ફરતી વખતે બંને વિદ્યાર્થીઓની કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપી કાર ડ્રાઈવરે વિદ્યાર્થીઓનો લગભગ 200 મીટર સુધી પીછો કર્યો હતો અને પછી પોતાના વાહનમાંથી ચાકુ નિકાળીને વિદ્યાર્થી પર વાર કરી દીધો હતો. પોલીસ અધીક્ષકે એવું પણ કહ્યું કે, ઘાયલ પ્રિયાંશુને એક હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત