/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Coldplay-concert-Ahmedabad.jpg)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટની તમામ માહિતી. (તસવીર: Coldplay/Instagram)
Coldplay concert Ahmedabad: કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. આ શો 25 અને 26 જાન્યુઆરી 2025નારોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજાશે. શો માં ફેમસ સિંગર ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલૈંડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમ્રર વિલ ચેમ્પિયન પરફોર્મ કરશે.
કોલ્ડપ્લે કોન્સર્ટ પાર્કિંગ વ્યવસ્થા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કુલ 13 જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. કોન્સર્ટમાં જનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્મમથી પાર્કિંગ બુક કરાવી શકે છે. 13 પ્લોટોમાં કૂલ 16,300 વાહન પાર્ક કરી શકાશે.
નોંધનિય છે કે, ભલે ટિકિટ પાર્કિંગ મોંઘુ હોય પરંતુ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'શો માય પાર્કિંગ' એપ્લિકેશન દ્વારા પાર્કિંગની જગ્યા મળશે, આ તમામ પાર્કિંગ પ્લોટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 300 મીટરથી 2.5 કિમી દૂર છે. આ પાર્કિંગ પ્લોટની ક્ષમતા 16300 વાહનોની છે.
| પાર્કિંગનું નામ અને સ્થળ | અંતર | પાર્કિંગનો પ્રકાર |
| સ્ટેડિયમના મુખ્ય ગેટ 1 ની સામે (ખાનગી) | 300 મી | ટુ-વ્હીલર |
| સ્ટેડિયમ મેઈન ગેટ નંબર 1 પાસે સંગાથ આઈપીએલ પ્લોટ | 400 મી | ટુ-વ્હીલર |
| AMCની બાજુમાં, ભરવાડ પ્લોટ (ખાનગી) | 400 મી | ટુ-વ્હીલર |
| અગ્રવાલ પ્લોટ (ખાનગી) | 800 મી | ફોર વ્હીલર |
| રેલ્વે કોલોની રમતનું મેદાન, મોટેરા (રેલ્વે) | 2.0 કિ.મી | ટુ અને ફોર વ્હીલર બંને |
| AMC - વિહાન હાઇટ્સ પાસે (AMC) | 1 કિ.મી | ફોર વ્હીલર |
| અમૂલ પાર્લર સામે, 4D સ્ક્વેર મોલની પાછળ | 1.5 કિ.મી | ફોર વ્હીલર |
| ONGC સર્કલ નજીક AMC - પ્લોટ 2 | 1.5 કિ.મી | ફોર વ્હીલર |
| માતૃશ્રી પાર્ટી પ્લોટ સામે (ખાનગી) | 2.5 કિ.મી | ફોર વ્હીલર |
| વૃંદાવન પર્લની નજીક (ખાનગી) | 2.7 કિ.મી | ફોર વ્હીલર |
| ખોડિયાર ટી ક્રોસ રોડ (ખાનગી) | 2.5 કિ.મી | ફોર વ્હીલર |
| ભારતીય પેટ્રોલ પંપ પાસે (ખાનગી) | 2.5 કિ.મી | ફોર વ્હીલર |
| સ્ટેડિયમની અંદર - નદીની બાજુ (સ્ટેડિયમ) | - | ફોર વ્હીલર |
| સ્ટેડિયમની અંદર - VIP (સ્ટેડિયમ)ની સામે | - | ફોર વ્હીલર |
કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનારાઓએ 'શો માય પાર્કિંગ' એપ દ્વારા ઓનલાઇન પાર્કિંગ સ્પેસ બુક કરાવવી પડશે. ટુ-વ્હીલર પાર્કિંગનો ખર્ચ રૂ.150 છે, જ્યારે ફોર-વ્હીલર પાર્કિંગનો ખર્ચ રૂ.500 છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Coldplay-concert-parking-arrangements.jpg)
- પ્રતિબંધિત રૂટ: સ્ટેડિયમના મુખ્ય દ્વાર, કૃપા રેસિડેન્સી ટી અને મોટેરા ટી જંકશન તરફ જતા જનપથ ટી જંકશન પર વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- વૈકલ્પિક રૂટ: તપોવન સર્કલથી, વાહનો ONGC ક્રોસરોડ્સ, વિસત ટી જંકશન, જનપથ ટી જંકશન, પાવર હાઉસ ક્રોસરોડ્સ અને પ્રબોધ રાવલ સર્કલ થઈને આગળ વધી શકશે.
- કૃપા રેસિડેન્સી ટી જંકશન પછી, વાહનો ભાટ કોટેશ્વર રોડ થઈને શરણ સ્ટેટસથી એપોલો સર્કલ સુધી જઈ શકશે.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનો ભાવ
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કિંમત 2,500 રૂપિયાથી શરૂ થઈને 25,000 રૂપિયા સુધી છે. શ્રેષ્ઠ બેઠકો માટે ટિકિટના ભાવ 12,500 રૂપિયા સુધી છે. લાઉન્જની ટિકિટની કિંમત લગભગ 25,000 રૂપિયા સુધીછે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અપર સ્ટેન્ડમાં P અને L બેટકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે. ત્યાં જ K અને Q બેઠકમાં 3500 રૂપિયા છે. ત્યાં જ J અને R બેઠકમા ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે.
ઉપરાંત સ્ટેજની થોડા નજીક લોવર સ્ટેન્ડમાં C અને F બેઠકમાં રૂ.3000 છે તો B અને G બેઠકમાં 4500 રૂપિયા છે. તો સ્ટેજની સામે A અને H બેઠકમાં રૂ.9500 ટિકિટનો ભાવ છે. ત્યાં જ સ્ટેજની એકદમ સામે ઉભા રહીને કોન્સર્ટ નિહાળવા માટેની ટિકિટ 12,500 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ઉપરાંત પ્રેસિડેન્સલ ગેલેરીમાં લેવલ-3ની ટિકિટની કિંમત 25,000 રૂપિયા છે.
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટના ભાવ વિશે વધુ જાણકારી
- કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટ બ્લેકમાં વેચાતી હોવાની રાવ છે.
- કાળા બજારમાં ટિકિટના ભાવ મૂળ ભાવ કરતા વધારે હોઈ શકે છે.
- કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોની ભારે માંગ છે.
- હજુ પણ ઘણા લોકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની રાહ જોઈ રહ્યા છે.
- લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રદર્શન જોવાની માંગને કારણે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટના ભાવમાં વધારો થયો છે.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેક માર્કેટ!!
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ શહેરમાં તેની ટિકિટોનું કાળા બજાર પણ થઈ રહ્યું છે. ઘણા લોકો આ કોન્સર્ટની ટિકિટને બમણાથી પણ વધારે કિંમતે તેને વેચી રહ્યા છે. બે દિવસ અગાઉ જ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી અક્ષય કુમાર પટેલે કોન્સર્ટની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી. તે તેનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યો હતો. તે 2500 રૂપિયાની ટિકિટ 10,000 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે 4500 રૂપિયાની ટિકિટ 15,000 રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે પણ આ વાત સ્વીકારી છે. આવામાં તેની સામે FIR દાખલ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
તમે 26મી તારીખે ઘરે બેઠા કોન્સર્ટ જોઈ શકો છો
કોલ્ડપ્લે બેન્ડની વેબસાઇટ હેઠળ, લોકો 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોન્સર્ટ તેમના ઘરેથી જોઈ શકશે. ડિઝની હોટ સ્ટાર એપના સબ્સ્ક્રાઇબર્સને આનો લાભ મળશે. કારણ કે આ એપ પર કોન્સર્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો: સૈફ અલી ખાનને માઠી બેઠી, 15 હજાર કરોડનીસંપત્તિ સરકાર કરી શકે છે જપ્ત, જાણો કેમ
ભારતમાં 9 વર્ષ બાદ કોલ્ડપ્લેનું પરફોર્મંસ
કોલ્ડપ્લે બેંડ એ 2016માં મુંબઈમાં આયોજીત ગોલ્ડન સિટી ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું. તે સમયે આ શોમાં 80 હજાર લોકોએ ભાગ લીધો હતો. જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. હવે નવ વર્ષ બાદ ફરીથી ભારતમાં આ બેંડનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ભારતમાં કોલ્ડપ્લેના ગીતો હાય્મ ફોર ધ વીકેન્ડ, યલો, ફિક્સ યૂ ખુબ જ પ્રખ્યાત છે.
કોલ્ડપ્લે એ 7 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કર્યા
કોલ્ડપ્લે બેંડની શરૂઆત વર્ષ 1997 માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલૈંડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેંડમાં મેમ્બર છે. 39 નોમિનેશનમાં કોલ્ડપ્લે 7 વખત ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે.
કોલ્ડપ્લે કોન્સર્ટ માટે વિશેષ ટ્રેન
ગત સપ્તાહના અંતમાં નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 'કોલ્ડ પ્લે' ઈવેન્ટ યોજાઈ હતી. હવે આ કાર્યક્રમ 25 અને 26મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે. તેથી મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓથી 'કોલ્ડ પ્લે'ના કોન્સર્ટમાં ભાગ લેવા માંગતા ચાહકોને ફાયદો થશે.
લોકમાન્ય તિલક ટર્મિનસ – અમદાવાદ – લોકમાન્ય તિલક ટર્મિનસ એર કન્ડિશન્ડ સ્પેશિયલ બે રાઉન્ડ ચાલશે. ટ્રેન નંબર 01155 એર કન્ડિશન્ડ સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી 25 જાન્યુઆરીએ બપોરે 12.55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01156 એર કન્ડિશન્ડ સ્પેશિયલ અમદાવાદથી 26 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 11.45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us