ગુજરાત સરકારે મંગળવારે વિધાનસભાને માહિતી આપી હતી કે, ચાલુ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ એક પણ મકાન બનાવવામાં આવ્યું નથી.
રાજ્ય સરકારે ચાલુ વર્ષ દરમિયાન આ યોજના હેઠળ 685 મકાનોનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી 2022-23માં સરકાર દ્વારા 662 મકાનોના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે, તેમ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું.
જો કે, સરકારે સ્વીકાર્યું કે, હાલમાં આ મકાનોના નિર્માણમાં કોઈ કામ ચાલુ નથી અને વર્ષ 2022-23 દરમિયાન 31 જાન્યુઆરી, 2023 સુધી એક પણ મકાન બનાવવામાં આવ્યું નથી.
આ પણ વાંચો – ગાંધીનગરમાં MLAની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, ધારાસભ્યોની 10 ટીમો વચ્ચે મુકાબલો
ગત નાણાકીય વર્ષ 2021-22માં અમદાવાદ જિલ્લામાં યોજના હેઠળ મંજૂર કરાયેલા 167 મકાનોમાંથી 95 મકાનો બાંધવામાં આવ્યા હતા, જ્યારે 70 મકાનો પર કામ ચાલી રહ્યું હતું. PMAY (ગ્રામીણ) નો ઉદ્દેશ્ય ‘કાચ્ચા’ અથવા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ‘પાક્કા’ મકાનો આપવાનો છે.