ગુજરાત વિધાનસભા સત્રના અનુસંધાનમાં ગુજરાત સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ધારાસભ્યો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ-સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના કોબા નજીકના ખાનગી ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટમાં ધારાસભ્યોની દસ ટીમો ભાગ લઈ રહી છે, જ્યાં ટીમોના નામ ગુજરાતની વિવિધ નદીઓ – સાબરમતી, નર્મદા, સરસ્વતી, શેત્રુંજી, તાપી, વિશ્વામિત્રી, મહિસાગર, બનાસ અને ભાદરના નામ પરથી રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં પત્રકારોની ટીમ પણ ભાગ લઈ રહી છે.
પાટીદાર યુવા નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ટીમ નર્મદાના કેપ્ટન છે, જ્યારે સાબરમતી ટીમનું નેતૃત્વ ઠાકોર સમાજના નેતા અને ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે.
આ પણ વાંચો – ગુજરાત સરકારે શ્રમિકોને આપી ભેટ: લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, જાણો કેટલી મજદૂરી વધશે? કેટલા લોકોને થશે લાભ?
આ ટુર્નામેન્ટ 28 માર્ચે સમાપ્ત થશે. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી.