scorecardresearch

ગુજરાત સરકારે શ્રમિકોને આપી ભેટ: લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, જાણો કેટલી મજદૂરી વધશે? કેટલા લોકોને થશે લાભ?

gujarat workers wage increased : ગુજરાત સરકારે શ્રમિકો માટે મોટી જાહેરાત કરી, જેમાં શ્રમિકોના વેતનમાં 24 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આનાથી બે કરોડ જેટલા મજદૂરોને ફાયદો થશે.

gujarat workers wage increased
ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી (ફોટો – એક્સપ્રેસ)

gujarat workers wage increased : ગુજરાતની ભાજપા સરકારે દૈનિક શ્રમિકના વેતનને લઈ મોટી જાહેરાત કરી છે. આનાથી રાજ્યના લગબગ બે કરોડ શ્રમિક મજદૂરોને ફાયદો થશે. ગુજરાત સરકારે સોમવારે રાજ્યમાં શ્રમિકનો લઘુત્તમ મજદૂરી 25 ટકા વધારી તમામ કેટેગરીના શ્રમિકો માટે 410 રૂપિયાથી વધારે કરી દીધી છે. નવુ લઘુત્તમ વેતન દર 46 વિભિન્ન રોજગાર કેટેગરી પર લાગુ થાય છે, અને તેનાથી 2 કરોડ શ્રમિકોને લાભ થવાની આશા છે.

નવા વેતન દર 7થી 10 દિવસમાં લાગુ થશે

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય વિધાનસભામાં નિયમ 44 હેઠળ જાહેરાત કરી અને કહ્યું કે, નવું વેતન આગામી સાતથી 10 દિવસમાં લાગુ કરી દેવામાં આવશે. નગર નિગમ અને નગર પાલિકા વિસ્તારોમાં કાર્યરત કુશળ સ્રમિકો માટે દૈનિક વેતનમાં 24.63 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ નવું માસિક વેતન 12,324 રૂપિયા છે.

શ્રમિકોના વેતનમાં કેટલો વધારો?

તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, અર્ધ કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.9,653.80 મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.11,986 મળશે એટલે કે તેમાં રૂ.2,332.20નો માસિક વધારો થશે જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. તે જ રીતે બીન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ. 9,445.80 મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ. 11, 752 મળશે એટલે કે રૂ. 2, 306.20 નો માસિક વધારો થશે જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.

મંત્રીએ કહ્યું કે, કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ. 9, 653. 80 મળે છે તેના સ્થાને માસિક વેતન રૂ. 12,012 મળશે એટલે કે, તેમાં રૂ. 2,358. 20 નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ. 9, 445. 80 ના સ્થાને માસિક વેતન રૂ. 11, 752 મળશે એટલે કે, તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ. 9, 237. 80 મળે છે. તેના સ્થાને રૂ. 11, 466 મળશે. એટલે કે રૂ. 2, 228. 20 નો માસિક વધારો થશે જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે.

આ પણ વાંચોજામજોધપુર : રૂ. 20 લાખની લૂંટનો મામલો, યાર્ડમાં નોકરી કરતા ઇસમે ઘડ્યો પ્લાન, જુઓ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરાયો છે, તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે ૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

Web Title: Gujarat government gift to workers increased minimum wage how much labor benefit

Best of Express