અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામે કહ્યું- જે મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપે છે તે ઇસ્લામની વિરુદ્ધ

અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામ શબ્બીર અહમદ સિદ્દીકીએ ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવા પર આપત્તિ વ્યક્ત કરી અને ખુલીને વિરોધ કર્યો

Written by Ashish Goyal
Updated : December 04, 2022 19:22 IST
અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામે કહ્યું- જે મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપે છે તે ઇસ્લામની વિરુદ્ધ
અમદાવાદની જામા મસ્જિદના (Jama Masjid)શાહી ઇમામ (Shahi Imam)શબ્બીર અહમદ સિદ્દીકીએ (Shabbir Ahmed Siddiqui)એક વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા (તસવીર સોર્સ - એએનઆઈ)

Shahi Imam Of Jama Masjid: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની જામા મસ્જિદના (Jama Masjid)શાહી ઇમામ (Shahi Imam)શબ્બીર અહમદ સિદ્દીકીએ (Shabbir Ahmed Siddiqui)એક વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. સિદ્દીકીએ ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવા પર આપત્તિ વ્યક્ત કરી છે અને ખુલીને વિરોધ કર્યો છે. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તે પક્ષો પર પ્રહાર કર્યો છે જે મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપે છે. તેમણે કહ્યું કે શું અમારા ધર્મમાં પુરુષોની ખોટ થઇ ગઇ છે?

શાહી ઇમામ શબ્બીર અહમદ સિદ્દીકીએ કહ્યું કે ઇસ્લામની વાત આવી છે તો કહેવા માંગીશ કે હાલ અહીં લોકો નમાજ પઢી રહ્યા છે. શું એકપણ મહિલા જોવા મળી? ઇસ્લામમાં સૌથી વધારે મહત્વ નમાજને છે. જો મહિલાઓને આ રીતે સામે આવવું બરાબર હોત તો તેમને મસ્જિદમાં રોક્યા ના હોત. મસ્જિદમાં મહિલાઓને એટલા માટે રોકવામાં આવી કારણ કે ઇસ્લામમાં મહિલાઓનું એક સ્થાન છે. જેથી જે પણ મહિલાઓને ટિકિટ આપે છે તે લોકો ઇસ્લામ સામે બગાવત કરે છે. તે ઇસ્લામ વિરોધી છે. આ રીતની પહેલથી અમારો ધર્મ નબળો થઇ રહ્યો છે.

આ પણ વાંચો – ગુજરાત ચૂંટણીમાં સૌથી લોકપ્રિય નેતા કોણ? જાણો ક્યાં નેતાએ કોનું નામ આપ્યું

શાહી ઇમામ શબ્બીર અહમદ સિદ્દીકીએ કહ્યું કે તમે જોયું હશે કે કર્ણાટકમાં હિઝાબનો મામલો ચાલ્યો. તેના પર ઘણો હંગામો થયો હતો. જો તમે પોતાની મહિલાઓને એમએલએ કે કાઉન્સિલર બનાવશો તો તેનાથી અમે હિઝાબને સુરક્ષિત રાખી શકીશું નહીં. તેને અમે મુદ્દાના રૂપમાં ઉઠાવી શકીશું નહીં.

તેમણે કહ્યું કે જો તેને હુકુમત સામે ઉઠાવીશું તો સરકાર કહેશે કે તમારી મહિલાઓ એસેમેબ્લી કે સંસદમાં આવી રહી છે. મહાનગરપાલિકાના વોર્ડમાં જઈને બેસે છે. સ્ટેજ પર લોકોને અપીલ કરી રહી છે. ચૂંટણી લડવા માટે તો મહિલાઓને ઘરે-ઘરે જવું પડશે. જેથી હું તેનો સખત વિરોધી છું. તમારે ટિકિટિ આપવી છે તો પુરષોને ટિકિટ આપો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ