/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kankaria-Carnival-No-Parking-1.jpg)
આજથી કાંકરિયા કાર્નિવનો પ્રારંભ થઈ રહ્યો છે. (Ahmedabad Police /X)
kankaria carnival 2024 : દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તા.25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરીજનો માટે ટ્રાફિક નિયમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે 'કાંકરિયા કાર્નિવલ' ઉત્સવનું આયોજન તા. 25/12/2024 થી તા.31/12/2024 સુધી કરવામાં આવનાર છે. આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવરજવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર અમદાવાદ પોલીસ દ્વારા "નો પાર્કીંગ ઝોન" તથા "નો સ્ટોપ" તથા "નો યુ ટર્ન" જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
(1) કાંકરીયા ચોકી ત્રણ રસ્તા થઇ રેલ્વે યાર્ડ થઇ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન,સિદ્ધિ વિનાયક હોસ્પીટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ ફુટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરીયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરીયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારના વાહનો સ્ટોપ થઈ શકશે નહી. વળી તમામ વાહનો નિર્ધારીત પાર્કીંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહી.
(2) સમગ્ર કાંકરીયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતા કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહી. આ સમગ્ર વિસ્તારને "નો યુ ટર્ન" ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
(3) તેમજ નિર્દીષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક 9 થી રાત્રી કલાક 1 સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ 2024 તારીખ, સમય અને કાર્યક્રમની તમામ વિગત એક ક્લિકમાં
- દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહ આલમ થઈ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ.
- ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઇ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ.
- મણિનગર રેલ્વે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોડ.
- કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઈ કાંકરીયા તરફ આવતો રોડ.
- રાયપુર દરવાજા થી બીગબજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરીયા તરફ આવતો મુખ્ય રોડ.
- ગુરુજી બ્રિજથી આવકારહોલ ચાર રસ્તાથી હિરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઇ કાંકરીયા તરફ આવતો રોડ.
સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us