અમદાવાદીઓ દિવાળીના તહેવારોમાં રહેજો સતર્ક, પોલીસના નામે આ ગેંગ છેતરી ના જાય

Ahmedabad News: પોલીસના સ્વાંગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સમગ્ર ગુજરાતમાં સક્રિય બને છે.

Written by Rakesh Parmar
Updated : October 24, 2024 16:12 IST
અમદાવાદીઓ દિવાળીના તહેવારોમાં રહેજો સતર્ક, પોલીસના નામે આ ગેંગ છેતરી ના જાય
લોકો સાથે થતી છેતરપિંડી અને લૂંટના કિસ્સાઓ ન બને તે માટે અમદાવાદ પોલીસ સતત કામ કરી રહી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Ahmedabad Police: દિવાળીના તહેવારોની આજે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે હાલમાં અમદાવાદમાં લોકો ખરીદી કરવા માટે બજાર અને મોલમાં ઉમટી રહ્યા છે. આવામાં જુદી-જુદી ગેંગો દ્વારા લોકોને છેતરી તેમજ ચોરી કરવાની પેરવીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસ તરીકેની ઓળખ આપી, પોલીસના સ્વાંગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સમગ્ર ગુજરાતમાં સક્રિય બને છે.

લોકો સાથે થચી છેતરપિંડી અને લૂંટના કિસ્સાઓ ન બને તે માટે અમદાવાદ પોલીસ સતત કામ કરી રહી છે, ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી જુદી-જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ISI એજન્ટ સાથે મળીને આતંકવાદી ષડયંત્ર રચનાર ગુજરાતનો વ્યક્તિ દોષી, લખનૌની વિશેષ કોર્ટે સંભળાવી સજા

અમદાવાદ શહેર પોલીસ તથા સ્ટાફ દ્વારા શહેર વિસ્તારના ઝોન 06 હેઠળ આવતા પોલીસ સ્ટેશનો ખાતે અલગ-અલગ ટીમો બનાવી, ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન લોકોને માહિતગાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન ભીડભાડ વાળા બજારના વિસ્તારમાં લોકોને એકત્રિત કરી, સાવચેત રહેવા માટે જાણ કરવામાં આવે છે. ઉપરાંત ઝોન 06 ના સાતેય પોલીસ સ્ટેશન ખાતે બજારમાં અલગ-અલગ ભીડભાડ વાળી આશરે 45 થી 50 જગ્યાઓ ઉપર ઈરાની ગેંગના ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓના ફોટા સાથેના પોસ્ટર મૂકી, સાવચેત રહેવા તથા વિસ્તારમાં જણાઈ આવે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર જાણ કરવા પણ માહિતગાર કરવામાં આવેલ છે.

ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી..

  • પોલીસ તરીકેની ઓળખ આપવાની, સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે, ટૂંકા વાળ હોય છે.
  • મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના. ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે.
  • અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટનો બનાવ બનેલ છે. તમારા ઘરેણાં કાઢી નાંખો. રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું.
  • સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે. ડબબલ સવારીમાં હોય છે. ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે.

ઈરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓ

  • પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો આઈ કાર્ડ માંગવું. આઈકાર્ડ ના આપે તો મોટર સાયકલનો નમ્બર લઈ લેવો. નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવી.
  • મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા હિતાવહ.
  • કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો પોલીસ દાગીના ઉતરાવતી નથી. જે બાબત દરેક વ્યક્તિઓને જણાવવી. જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી.
  • આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી પોલીસને જાણ પણ કરી શકાય. જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ