જ્વેલર્સ કર્મચારીની બહાદુરીથી 2.40 કરોડના સોનાના દાગીનાની લૂંટ નિષ્ફળ, પોલીસે 7 આરોપીને દબોચી લીધા

અમદાવાદ શહેરના સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા 10 માર્ચ 2025ના રોજ એક જ્વેલર્સના ત્યાં કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી નાખીને રૂપિયા 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

અમદાવાદ શહેરના સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા 10 માર્ચ 2025ના રોજ એક જ્વેલર્સના ત્યાં કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી નાખીને રૂપિયા 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad robbery, Ahmedabad Police, Ahmedabad Crime News,

જ્વેલર્સ સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી.

અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમનો ગ્રાફ વધતો જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે પરંતુ અમદાવાદ પોલીસ પણ શહેરમાં ગુનેગારોને પાઠ ભણાવવામાં જરા પણ સમય વેડફતી નથી અને તાબડતોડ ગુનેગારો અને ગુંડાઓને કાયદાનું ભાન કરાવી નાંખે છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ થયો હતો. જોકે જ્વેલર્સ સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી.

Advertisment

આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે ઝોન 1 એલસીબી સ્કોડે બનાવના 24 કલાકમાં સાત આરોપીની ધરપકડ કરીને આ ગુનામાં સામેલ તમામ લોકોની ઝડપી પાડ્યા છે.

આ અંગે અમદાવાદ પોલીસે એક્સ પર જાણકારી આપી છે અને કહ્યું છે કે, "અમદાવાદ ડીસીપી ઝોન 1 એલસીબીની ટીમે ₹2.4 કરોડની મોટી ઝવેરાત ચોરીને સફળતાપૂર્વક અટકાવી છે. સ્ટોર સ્ટાફના એક સભ્યની બહાદુરી અને ઝડપી પોલીસ હસ્તક્ષેપના કારણે ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. માનવ ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખ ગુનેગારોને ભાગી જાય તે પહેલાં જ પકડી પાડ્યા છે".

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ, કેગના અહેવાલમાં મોટો ઘટસ્ફોટ

Advertisment

તમને જણાીવી દઈએ કે, શહેરના સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા 10 માર્ચ 2025ના રોજ એક જ્વેલર્સના ત્યાં કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી નાખીને રૂપિયા 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, જ્વેલર્સના સ્ટાફની સતકર્તાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે મામલે LCBની ટીમે CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને સાત આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે.

જ્વેલર્સ કર્મચારીએ દેખાડી બહાદુરી

આ ઘટના અંગે વાત કરીએ તો રોહિતભાઇ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપરમોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે. જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસથી ઓર્ડર લઇને દાગીના બનાવવાનું કામ કરે છે. સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા, જયેશ રબારી અને ડ્રાઇવર નિતેષ રૂપિયા 2.40 કરોડની કિંમતની 200 જેટલી સોનાની ચેઇન અને 200 જેટલી સોનાની લકીઓને બે બેગમાં લઇને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા. ત્રણેય જણા બેઝમેન્ટમાં જતા હતા અને કારમાં બેગ મુકી ત્યારે લીફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા હતા. તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી છાંટીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ હતી.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત