/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/What-is-the-Kuvarbai-Mameru-Yojana.jpg)
જાણો કુંવરબાઈનું મામેરુ યોજના શું છે? (તસવીર: CANVA)
Kunwar Bai Nu Mameru Yojana: ગુજરાત સરકાર રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાને કુંવર બાઈ નું મામેરૂ યોજનાના લાભો ઝડપથી અને સરળતાથી પૂરા પાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ 13 પ્રકારના પુરાવા સબમિટ કરવાના હતા, જેમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે ફક્ત થોડા પ્રકારના પુરાવા જ સબમિટ કરવાના રહે છે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય સ્વરૂપે 12,000 રૂપિયાની સહાય આપાવમાં આવે છે…
ગરીબ પરિવારોની દીકરીઓને આર્થિક સહાય અને કલ્યાણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે “કુંવર બાઈ માતૃત્વ યોજના” ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહી છે. કુંવરબાઈ નું મામેરુ યોજના હેઠળ, પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધા તેમના બેંક ખાતામાં 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત પુનર્લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પુખ્ત વયની અનુસૂચિત જનજાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય…#KuvarbaiNuMameruYojana#MariYojanapic.twitter.com/YGWSuOL5vg
— Gujarat Information (@InfoGujarat) November 9, 2025
કુંવરબાઈનું મામેરુ યોજના શું છે?
આ સરકારી યોજના એ દીકરીઓ માટે છે જેમના લગ્ન થવાના છે. ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે તેણીને કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ રૂ. 12,000 આપવામાં આવે છે. આ પૈસા સીધા તેમના ખાતામાં જમા થાય છે. આ પ્રકારની સહાય નબળા વર્ગની દીકરીઓને આપવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Kuvarbai-Nu-Mameru-Yojana-information.jpg)
લાભ કોણ મેળવી શકે છે?
કુંવરબાઈનું મામેરુ યોજના અનુસૂચિત જાતિ શ્રેણીની છોકરીઓ, OBC શ્રેણીની છોકરીઓ અને આર્થિક રીતે નબળા પરિવારોની છોકરીઓને તેમના લગ્ન પછી પૂરી પાડવામાં આવે છે. આ પણ વાંચો: નોન-સ્ટીક વાસણોને બદલે માટીના વાસણોમાં ખોરાક રાંધો, સ્વાદની સાથે સ્વાસ્થ્યને થશે ઘણા ફાયદા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/kuvarbai-nu-mameru-yojana-documents.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/kuvarbai-nu-mameru-yojana-online-apply.jpg)
કેવી રીતે અરજી કરવી
ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ મેળવવા માટે, છોકરીઓએ લગ્નના 2 વર્ષની અંદર https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર સહાય માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. અહીં તેમણે બધા જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us