/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Yuvrajsinh-Jadeja.jpg)
રાજ્યમાં વધુ એક વખત ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ લગાવ્યા છે. (તસવીર: X)
ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં અનેકવાર ગોટાળા થયાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક વખત ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ લગાવ્યા છે. ખરેખરમાં ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોટાળો થયાનો આરોપ લગાવાયો છે.
ખરેખરમાં ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સિનિયર ક્લાર્કની પરીક્ષામાં એક ઉમેદવારને 210માંથી 210 માર્ક આવ્યા હતા. નેગેટિવ માર્કિંગ છતાં ખોટા જવાબમાં પણ પૂરા માર્ક્સ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યાં છે.
આ અંગે યુવરાજસિંહ જાડેજાએ પોતાના એક્સ એકાઉન્ટ પરથી એક મોટી પોસ્ટ શેર કરી છે અને તેમણે આ ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારની પરીક્ષા પહેલાં અને પછીના CDR ચેક કરવાની માગણી કરી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે.
હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઈન્સ્ટાઈન તે નક્કી તમારે કરવાનું છે.https://t.co/lA7OK2sZiK
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સિનિયર ક્લાર્ક પોસ્ટની ખાલી જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માધ્યમથી એક… https://t.co/AtzWkKzDuQpic.twitter.com/o8VAe2RnCv— Yuvrajsinh Jadeja (@YAJadeja) January 31, 2025
આજે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના આજે એક આઠમી અજાયબી વિશે વાત કરવી છે. હવે આને દુનિયાની આઠમી અજાયબી કહેવું કે વર્તમાન સમયના આલ્બર્ટ આઇન્સ્ટાઇન એ નક્કી તમારે કરવાનું છે.
આ પણ વાંચો: ધો-10 પછી ઓછા ખર્ચે કરો આ 5 કોમ્પ્યુટર કોર્સ અને મેળવો લાખો રૂપિયાનું પેકેજ, કારકિર્દીની શાનદાર તક
વધુમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું. હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે. શુદ્ધિકરણના આ યજ્ઞમાં સામાન્ય જનતાએ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે".


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us